અંબાજી
અંબાજી ના ગબ્બર ખાતે ગઈ કાલે રાત્રે રીંછ દેખવા માં આવ્યો છે. અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત ના 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર રાત્રી ના સમય રીંછ આવ્યું હતું. 51 શક્તિ પીઠ પરિક્રમા ના 10 મંદિર ખાતે પરિક્રમા પથ ઉપર રીંછના આંટાફેરા થતા જોવા મળ્યા છે. ગબ્બર પર્વત ની પહાડીઓ મા થોડા મહિનાઓ અગાઉ અહીં દીપડો જોવા મળ્યો હતો. અંબાજી ના ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા પથ ઉપર ભક્તો પરિક્રમા કરે છે.
10 મંદિર ખાતે પરિક્રમા પથ ઉપર રીંછના આંટાફેરા,ગઈ કાલે રાત્રે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાઇરલ
ગઈ કાલે રાત્રિના સમયે અંબાજી ના ગબ્બર ખાતે રીંછ આવતા સિક્યુરિટી ગાર્ડમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે દર્શનાર્થે આવતા માઈ ભક્તોની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. ગબ્બર ખાતે દિવસે માઈ ભક્તો મોટી સંખ્યા માં પરિક્રમા કરે છે અને આ વિસ્તારમાં અનેકો જગલી જાનવરો વસવાટ કરે છે. આ વિસ્તાર મા ગબ્બર બાલારામ અભયારણ આવેલું છે. જેથી આ વિસ્તારમાં રીંછ સહિત અનેકો જંગલી જાનવરો વસવાટ કરે છે. ગઈ કાલે રાત્રે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા રીંછ દેખતા વિડીયો બનાવવા આવ્યો હતો અને આ વીડિયો હાલ માં સોશિયલ મીડિયા મા વાઇરલ થઇ રહ્યો છે.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (અંબાજી)