પાલનપુર
ખાસ કરીને અધૂરા માસે ઓછા વજન સાથે જન્મેલા બાળકોને ૫૦% મત્યુ થવાની સંભાવનાઓ રેહતી હોય છે તેવા જ કિસ્સામાં મૂળ રાજસ્થાનના રેવદર જિલ્લાના સિરોહી બોટ ગામના રહીશ સંગીતાબેનને પ્રસુતિની પીડા ઉપડતાં પ્રાઇવેટ વાહન મારફતે પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે જતા અધૂરા મહિને (આઠ માસે) નોર્મલ ડિલિવરી માં બાબાને જન્મ આપ્યો હતો, જોકે બાબાને જન્મજાત શ્વાસોશ્વાસ લેવામાં વધારે તકલિફ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર હોવાથી મોંઘીદાટ સારવાર કરાવી શકાય તેમના હોવાથી પરિવાર દ્વારા તાત્કાલિક પાલનપુર ખાતે આવેલી જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરના એન.આઇ.સી.યું વોર્ડ ખાતે લવાયા હતા.
સિવિલ સપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ એન.આઈ.સી.યુ વિભાગના વડા ડો.અજીત શ્રીવાસ્તવ ડો.સચિન પટેલ , એકતા પટેલ. ડો.ભાવિ શાહ સહિતની ડૉક્ટર ટીમ દ્વારા અધૂરા માસે તાજા જન્મેલા બાળકને શ્વાસ લેવામાં ખુબજ વધારે તકલીફ હોવાથી તબીબ ટીમ દ્વારા સમય સૂચકતા વાપરી વેન્ટીલેટર ઉપર રાખી જરૂરી દવાઓ ચાલુ કરવામાં આવી હતી જન્મ સમયે બાળકનું વજન ૨ કિલ્લો ગ્રામ હોવાથી પાંચ દિવસ સુધી વેન્ટિલેટર તેમજ ચાર દિવસ સુધી નાના મશીન સી-પેપ ઉપર રાખી જેમ જેમ બાળકની તબિયતમાં સુધારો અને વજનમાં વધારો આવતાં વેન્ટીલેટર ઉપર થી દૂર કરી સાદા ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં બાળકને માતાનું ધાવણ નળી દ્વારા આપવામાં આવતું હતું. બાળકની હાલતમાં સુધારો આવતાં બાળકને માતાની હુંફ મળી રહે એ માટે કાંગારુ મધર કેર મારફતે બાળકને માતાનું ધાવણ આપવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં ૧૫ દિવસની લાંબી સારવારના અંતે રજા આપવામાં આવતા પરિવારે સિવિલ હોસ્પિટલ પરિવાર તેમજ નર્સિગ સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો. જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે બનાસના સાડા પાંચ લાખ પશુપાલકોના આર્થિક યોગદાન થકી નિર્માણ પામેલી પૂરા ભારતભરની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડીસીન, સર્જીકલ ,ઈ.એન.ટી સ્કીન,ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક સહિતના વિભાગોમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આપવામાં આવી રહી છે.
અહેવાલ :- અયુબ પરમાર (પાલનપુર)