ભાવનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ (ભાવનગર રેન્જ), પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ સાહેબ (ભાવનગર) તથા પાલીતાણા ડિવીજનના નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પાલીતાણા ડિવીજનના તમામ પોલીસ સ્ટેશનોને ખાસ લક્ષ્યાંક આપ્યો હતો કે લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવી.
આ અભિયાન દરમિયાન શિહોર પોલીસ સ્ટેશનના પો. ઇન્સ. બી.ડી. જાડેજા તથા પાલીતાણા ડિવીજન નાસતા ફરતા સ્કોડના ઇન્ચાર્જ પો. સબ. ઇન્સ. એચ.બી. મુસાર સાહેબે વિશેષ ટીમ બનાવી કામગીરી આરંભી હતી. આ તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે શિહોર પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ.ર. નં. 60/2005 કલમ 363, 366 હેઠળ નોંધાયેલ એક અપહરણના કેસમાં આરોપી શૈલેન્દ્ર રાયણ મલીક (ઉંમર 42, રહે. તરપદા, જી. કેન્દ્રાપાડા, ઓડિસા) છેલ્લા ૨૦ વર્ષથી નાસતો ફરતો હતો.
પોલીસે પ્રથમ ઓડિસા રાજ્યના કેન્દ્રાપાડા જિલ્લામાં આરોપીના ગામમાં તપાસ હાથ ધરી હતી. આરોપીના રહેણાંક મકાનેથી તે તથા ભોગ બનનાર મળી આવ્યા નહોતા. પરંતુ સ્થાનિક સ્તરે કરવામાં આવેલી દટાણપૂર્વકની પુછપરછમાં જાણવા મળ્યું કે આરોપી તથા ભોગ બનનાર હાલ રોજગારી માટે ગુજરાત આવ્યા છે. પોલીસે આરોપીનો મોબાઇલ નંબર મેળવ્યો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેનું લોકેશન શોધી કાઢ્યું.
લોકેશન ભાવનગર નારી ચોકડી પાસે આવતા શિહોર પોલીસની એક ટીમ તાત્કાલિક મોકલવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને આરોપી તથા ભોગ બનનાર બંને ત્યાં જ હાજર મળી આવ્યા હતા. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આરોપી શૈલેન્દ્ર રાયણ મલીકને અટક કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીની વિગતો
નામ: શૈલેન્દ્ર રાયણ મલીક
પિતા: સુરેન્દ્રનાથ મલીક
ઉંમર: 42 વર્ષ
વ્યવસાય: મજૂરી
મૂળ નિવાસ: તરપદા, પોસ્ટ કોઇલરપુર, તા. રાજકનીકા, જી. કેન્દ્રાપાડા (ઓડિસા)
તેના વિરુદ્ધ બાકી ગુન્હો
શિહોર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર. નં. 60/2005
ભારતીય દંડ સંહિતા કલમ 363, 366 હેઠળ અપહરણનો ગુન્હો
કાર્યवाहीમાં જોડાયેલ પોલીસ સ્ટાફ
નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારીયા (પાલીતાણા ડિવીજન)
પો. ઇન્સ. બી.ડી. જાડેજા (શિહોર પોલીસ સ્ટેશન)
પો. સબ. ઇન્સ. એચ.બી. મુસાર (પાલીતાણા ડિવીજન નાસતા ફરતા સ્કોડ)
હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ મોરી, જગદિશભાઈ સાંગા
પો.કોન્સ. હરપાલસિંહ સરવૈયા, સંજયસિંહ સરવૈયા, મુકેશભાઈ સાંબડ
આ સફળ કામગીરીથી ૨૦ વર્ષ જૂનો ગુન્હો ખુલ્લો પડી ગયો છે. પોલીસે આરોપીને ધોરણસર અટક કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર