અમદાવાદમાં રથયાત્રા પસાર થયાં બાદ ABVP દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું, 200થી વધુ વિદ્યાર્થી મિત્રો રથયાત્રા ના રૂટ પર સાફ સફાઈ કર્યુ.

અમદાવાદ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા જાજરમાનભેર યોજાઇ રહી છે. 18 km લાંબી રથયાત્રાના રૂટમાં હાથી, ટ્રક, અખાડા, ભજન મંડળી અને ત્રણે રથ પસાર થયા બાદ ઠેર ઠેર કચરો જોવા મળે છે. આ કચરાને સાફ કરવાનું કાર્ય છેલ્લા પાંચ વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની ગતીવિધિ સ્ટુડન્ટ ફોર સેવા ના માધ્યમ થી કરવામાં આવી રહ્યું છે. આ વખતે પણ 200 જેટલા વિદ્યાર્થી મિત્રો દ્વારા આ સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભાઈ ભટ્ટ જણાવે છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પાછળ રહી ને કરવામાં આવે છે. તે અંતર્ગત 147મી રથયાત્રામાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે. આ સફાઈ અભિયાનમાં અમદાવાદના કુલ 200 જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે. આ અભિયાન નો મુખ્ય ઉદ્દેશ્ય લોકો અને સમાજ સુધી એક સારો સંદેશ પહોંચે અને સ્વચ્છ ભારત , સ્વસ્થ ભારત નિર્માણ કરવામાં વિદ્યાર્થીઓ પણ આ ભગીરથી અભિયાનમાં પોતાનું યોગદાન આપે તે હેતુથી સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા વિદ્યાર્થીઓમાં પણ સેવાવૃત્તિ નું નિર્માણ થાય અને વિદ્યાર્થીઓ પણ સેવા કરવા આગળ આવે તે હેતુથી સ્ટુડન્ટ ફોર સેવા કાર્યરત છે. આ સાથે જ આણંદ, સુરત, રાજકોટ જેવા મોટા મહાનગરોમાં કે જ્યાં જ્યાં રથયાત્રાઓ નીકળે છે ત્યાં ત્યાં આ સફાઈ અભિયાન કરવામાં આવે છે. આ કાર્યથી સમાજમાં એક સંદેશ જાય કે જે કચરો જેટલો બને એટલો ઓછો કરીએ. સ્વચ્છ ભારતના મિશન માટે આપણે એક સાથે આગળ વધી શકીએ તે માટે આ સફાઈ અભિયાનનું આયોજન સ્ટુડન્ટ ફોર સેવા ના માધ્યમ થી કરવામાં આવ્યું.

અહેવાલ:- ગુજરાત બ્યુરો