અમરેલી કોડીનાર વાયા ઘાંટવડ બસને ફરી જુના સમય ઉપર ચલાવવા શબ્બીર ભાઈ સેલોત ની રજૂઆત

અમરેલી
અમરેલી જીલ્લાના જે તે સમયના કોડીનાર તાલુકાને કોડીનાર થી અમરેલી વાયા જામવાળા બસ સેવા એસટી નિગમની સ્થાપના સાથે ચાલતી હતી લોકોની જરૂરિયાતને ધ્યાને લઈ નિગમ દ્વારા બસોની સંખ્યા વધારવામાં આવી પરંતુ કોડીનાર ડેપો બન્યા પછી આ સુવિધા વધવાને બદલે ઘટવા મંડી આખરે કોડીનાર ડેપોએ આ રૂટની તમામ બસ સેવા બંધ કરી દીધી ઘણી રજૂઆતો અને કોડીનારના ધારાસભ્ય ના અંગત રસથી આ રૂટ પર એક બસ સેવા શરૂ કરવામાં આવી પણ કોડીનાર એસટી સતાવાળાઓએ જાણે કે આ બસ સેવા પરાણે કેમ શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે કારણકે આ બસ સેવાનો અમરેલીથી પરત આવવાનો સમય બપોરે અઢી વાગ્યાનો છે છતાંય પણ કોડીનાર ડેપો દ્વારા આ બસ સેવાને અમરેલી પહોંચ્યા બાદ તરત જ કોડીનાર તરફ રવાના કરી દેવામાં આવે છે.

ઘાંટવડ ગામ ના જાગૃત નાગરિક શબ્બીર સેલોત ની માંગ

એકાદ કલાકના કામ માટે અમરેલી તરફ ગયેલા કોડીનાર ઘાંટવડ જામવાળા પંથકના લોકોને ખૂબજ મુશ્કેલીઓ પડે છે ત્યારે આ બસ સેવાને જુના સમયે પરત લાવવા તથા કોડીનાર થી અમરેલીની બપોરે સાડા બારની જે બસ હાલમાં બંધ છે તેને પણ પ્રજાના હિતમાં શરૂ કરવા માટે ઘાંટવડ નાં જાગૃત નાગરિક અને પત્રકાર શબ્બીરભાઈ સેલોત દ્વારા માંગણી તેમજ વિનંતી કરવામાં આવી છે જો આ રજૂઆત ને ધ્યાને લેવા માં નહિ આવે તો રાજ્ય નાં વાહન વ્યવહાર મંત્રીહર્ષ ભાઈ સંઘવી ને અન છૂટકે રજુઆત કરવામાં આવશે તેવી નોંધ લેવી

અહેવાલ હુસેન ભાદરકા ગીર (સોમનાથ)