*અર્બન હેલ્થ સેન્ટર પાલનપુર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી*
દર વર્ષે ૧૬ મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ મનાવવામાં આવે છે. જે અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર-૧ પાલનપુરના વોર્ડ નંબર ૧ ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરત સોલંકી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય સોલંકી, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. હરિયાણી, તાલુકા આરોગ્ય અધિકારી અનાવાડિયા તેમજ અર્બન હેલ્થ સેન્ટર-૧ની સમગ્ર આરોગ્યની ટીમ હાજર રહી હતી.
આ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોરામાંથી મચ્છરની ઉત્પત્તિ કેવી રીતે થાય, તેના જીવન ચક્ર વિશે અને તેનાથી થતા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલા લેવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્રે ઉપસ્થિત અધિકારીઓ અને આરોગ્યની ટીમ દ્વારા ડેન્ગ્યુ નિવારણ અને નિયંત્રણ વિશે અસરકારક માહિતી આપવામાં આવી હતી.
અહેવાલ :- ગૂજરાત બ્યુરો