આંકોલવાડી ગામની કન્યા શાળામાં સંસ્કૃત ભાષાના સંવર્ધન અને ગૌરવ માટે એક અદભૂત અને ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે.
શાળાના શિક્ષક શ્રી નિશાંતભાઈ મહેતા તથા સમગ્ર શાળા પરિવારના સહયોગથી સંસ્કૃત સપ્તાહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું.
આ ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ગૌરવ યાત્રા, સાહિત્ય પ્રદર્શન માટે ટેબ્લો, શ્લોક ગાન, વેશભૂષા સ્પર્ધા, પ્રશ્નોત્તરી, શ્લોક પાઠની સ્પર્ધા, ચિત્રકલા, તેમજ મેહંદી સ્પર્ધા જેવી વિવિધ રમૂજી અને જ્ઞાનપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિડીયો:
બાલિકાઓ શ્લોક પઠન કરતી, ટેબ્લો બતાવતી, ચિત્રો રંગતી, વેશભૂષામાં શોભતી
એન્કર વોઇસ ઓવર:
આ પ્રસંગે શાળાની અનેક વિદ્યાર્થીબાલિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સંસ્કૃત ભાષા પ્રત્યે શ્રદ્ધા અને રુચિ વ્યકત કરી હતી.
“જયતુ સંસ્કૃતમ”, “વદતુ સંસ્કૃતમ”, અને “વંદે સંસ્કૃત માતરમ” જેવા સૂત્રોચ્ચાર સાથે સમગ્ર શાળા સંસ્કૃતમય બની ઉઠી હતી.
એન્કર ઓન સ્ક્રીન અંતે:
આવો કાર્યક્રમ આપણા સંસ્કૃત ધોરણોની મહત્તા ઉજાગર કરે છે અને નવી પેઢીમાં તેના પ્રત્યે લગાવ ઊભો કરે છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ