આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા “૭ મો રાષ્ટ્રીય પોષણ માહ”– ૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત વિવિઘ કાર્યક્રમો.

જૂનાગઢ

Advertisement

રાષ્ટિ્ય પોષણ માહ–૨૦૨૪ ની ઉજ્વણી અંતર્ગત આઈ.સી.ડી.એસ.શાખા, મહાનગર પાલિકા જૂનાગઢ દ્વારા રોજબરોજ અલગ-અલગ પ્રવૃતીઓ હાથ ધરી સંબંધિતોમાં પોષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ભારત સરકારશ્રી તેમજ ગુજરાત સરકારશ્રી ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓનું પોષણ – પોષણ સિવાયની બાબતોમાં સશક્તિકરણ,કિશોરીઓમાં એનિમિયા, બાળ લગ્ન , કુપોષણમાં ઘટાડો, જીવન કૌશલ્યો,સોશિયલ મિડીયા,વ્યવસાયિક કુશળતા અને કિશોરીઓના કાયદાકીય જ્ઞાનમાં વધારો તેમજ સ્થાનિક ઉપલબ્ધ જાહેર સેવાનો લાભ અપાવવો તદુપરાંત કિશોરીઓને અસર કરતી તમામ બાબતો માટે દરેક સ્તરે હકારાત્મક વાતાવરણ ઉભું કરવા આંગણવાડી કેન્દ્રો ખાતે PURNA SCHEME (Prevention of Undernutrition and Reduction in Nutritional Anaemia) અમલીકરણ માં છે. પોષણ માહ અંતર્ગત વિવિધ પ્રવૃતિનું આયોજન કરી જન આંદોલન દ્વારા લોકોને પોષણ અંગે જાગૃત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓમાં કુપોષણ ન રહે તેમજ કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા આજ તા.૧૯/૦૯/૨૦૨૪ એ આઈ.સી.ડી.એસ. શાખા ના તાબા હેઠળના તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે પુર્ણા-યોજના અંતર્ગત નોંધાયેલ કિશોરીઓનું એનેમિયાની થીમ આધારિત સેશનનું આયોજન કરવામાં આવેલ આ તકે આંગણવાડી કાર્યકર , મુખ્ય સેવિકા બહેનો તેમજ પુર્ણા કન્સલટન્ટ દ્વારા કિશોરીઓને એનિમિયા તેમજ કુપોષણ નાબુદી અંગે વિસ્તૃત માહિતગાર કરવામાં આવેલ તેમજ કિશોરીઓને નજીકના અર્બન હેલ્થ સેન્ટર તેમજ સિવિલ હોસ્પીટલ ખાતે રીફર કરી કિશોરીઓનું એચ.બી તેમજ હેલ્થ ચેકઅપ કરાવવામાં આવેલ

સમગ્ર પોષણ માસની તમામ ઉજવણી નું સફળ સંચાલન આઈ.સી. ડી.એસ.શાખાના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.ની ટીમ દ્વારા કરવામાં આવે છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement