આઈ.સી.ડી.એસ.શાખા મહાનગર પાલિકા જુનાગઢ દ્વારા “૭ મો રાષ્ટ્રીય પોષણ માહ” – ૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત વિવિઘ કાર્યક્રમો.

જૂનાગઢ

રાજયભરમાં ૭ માં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી થઈ રહી છે, આઈ.સી.ડી.એસ.શાખા મહા નગરપાલિકા, જુનાગઢ દ્વારા પણ રોજબરોજ અલગ-અલગ પ્રવૃતીઓ હાથ ધરી લોકોમાં પોષણ અને આરોગ્ય અને જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ૭ માં તબ્બકાના રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી એનિમિયા નિવારણ , ગ્રોથ મોનીટરીંગ, જરૂરી સેવા વિતરણ તેમજ પોષણ ભી પઢાઈ ભી,બાળકોને પોષણક્ષમ આહાર પુરો પાડવા સહિતની પ્રવૃતીઓ સાથે કરવામાં આવી રહી છે.

આજ તા.૧૮/૦૯/૨૦૨૪ એ આઈ.સી.ડી.એસ.શાખા મહાનગર પાલિકા જુનાગઢ હેઠળના ટીંબાવાડી સેજા ખાતે પોષણ માહ -૨૦૨૪ ની સેજા કક્ષાની ઉજવણી કરવામાં આવેલ સદર ઉજવણીમાં સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતાઓ સાથે આરોગ્ય , પોષણ અને શિક્ષણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવેલ.

આ તકે આઈ.સી.ડી.એસ.શાખા ના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે એ હાજર રહી સગર્ભા તેમજ ધાત્રી માતા ઓને પોષણ તેમજ આરોગ્ય અને શિક્ષણ વિષયક માર્ગદર્શન આપેલ તેમજ લાભાર્થીઓને આંગણવાડી ખાતે આપવામાં આવતા ટેક હોમ રાશન ના પેકેટ અને તેમાંથી મળતા પોષણ વિષે માહિતગાર કરવામાં આવેલ ઉપરાંત પોષણ અંગેની માહિતી ની જાણકારી ઘર ઘર સુધી પહોચાડવા લાભાર્થીઓને પ્રેરીત કરેલ,વધુમાં અન્ય તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પણ આજ રોજ પોષણ માહ–૨૦૨૪ની ઉજવણી કરવામાં આવેલ જેમાં આંગણવાડી કાર્યકર, મુખ્યસેવિકાઓ દ્વારા આંગણવાડી ના લાભાર્થીઓને આહાર લક્ષી વૈવિધ્યતા ની સમજ આપવામાં આવેલ જેમાં બાળકોને કેવો ખોરાક આપવો જોઈએ તેમજ ખોરાકમાં લીલા
શાકભાજી, કઠોળ માંથી મળતા પોષણ અંગે લાભાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવેલ.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)