અંબાજી બજાર સજ્જડ બંધ જોવા મળ્યું.વેપારીઓએ અને ગ્રામજનોએ અંબાજી બંધ ને સમર્થન આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા

અંબાજી

અંબાજી ના વેપારીઓએ બપોરે માનસરોવર ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં મોટા ભાગ ના વેપારીઓ ભેગા થઈને અંબાજી મા વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ ને રોકવા મા આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવા જેવી અનેકો ચર્ચાઓ કરવા મા આવી હતી. અને અંબાજી ગામ બંધ રહશે તેવું અંબાજી ના વેપારીઓએ નક્કી કર્યું હતું. ત્યાર બાદ સાંજે અંબાજી પોલીસ સ્ટેશન મા વેપારીઓએ સાથે અંબાજી પોલીસ મિટિંગ યોજી હતી. આ મિટિંગ મા અંબાજી ના પી.એસ.આઇ. સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં અંબાજી ના પી.એસ.આઇ. દ્વારા ગામ ના વેપારીઓ ને આશ્વાસન આપતા કહ્યું હતું કે અમે અંબાજી મા પેટ્રોલિંગ વધારીએ છીએ સાથે ઘોડા સવારી થી વોચ રાખવા મા આવશે અને વાહનો ની તપાસ માટે ડ્રાઇવ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. અને વધુ મા કહ્યું હતું કે અંબાજી ની સુરક્ષા માટે અંબાજી પોલીસ ખડે પગે છે. તેવા અનેકો આશ્વાસનો સાથે વેપારીઓ એ અંબાજી ચાલુ રાખવા નો નિર્ણય પોલીસ સ્ટેશન મા કર્યો હતો.

ત્યાર બાદ સમગ્ર અંબાજી બજાર બંધ અને ચાલુ ને લઇ ચર્ચાઓ જોર પકડી હતી. રાત્રે ના સમય અંબાજી ના અલગ અલગ જગ્યાએ નાની મોટી ગ્રામજનો અને વેપારીઓ ની મીટીંગો નો દોર ચાલુ થઈ ગયો હતો. અને આખરે અંબાજી બંધ કરવા નો નિર્ણય ને માન્ય રાખવા મા આવ્યો હતો.

આજે વેહલી સવારે અંબાજી બજાર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. અંબાજી મા આવેલી નાની મોટી દુકાનો ચા સ્ટોલ, ગ્લલાઓ બંધ જોવા મળ્યા હતા. જેથી આ સ્પષ્ટ પણે જોવા મલી રહ્યું છે કે અંબાજી ના વેપારીઓ અને ગ્રામજનો પોતાની અને પરિવાર ની સુરક્ષા ને લઇ ચિંતિત છે અને વેપારીઓએ અને ગ્રામજનોએ અંબાજી બંધ ને સમર્થન આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે.

અહેવાલ :- ગુજરાત બ્યુરો