આગામી તા. ૨૬ માર્ચના રોજ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે!!

ગીર સોમનાથ: રાજ્યના નાગરિકોની ફરિયાદોનું અસરકારક અને ન્યાયસંગ્રહપણે નિરાકરણ થાય તે માટે ”સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” રાજ્ય અને જિલ્લા કક્ષાએ સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ ચૂક્યો છે. ગુજરાત રાજ્યના નાગરિકોના ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પ્રશ્નો પણ સ્થાનીક સ્તરે જ સમાધાન થઈ શકે તે હેતુથી મુખ્યમંત્રીએ દર મહિના ના ચોથા બુધવારે ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજવાનું સૂચન કર્યું છે.

આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા. ૨૬ માર્ચ ૨૦૨૫ના રોજ યોજાશે. આ કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે સવારના ૧૧:૦૦ કલાકે શરૂ થશે, જેમાં નાગરિકો તેમના સમસ્યાઓ માટે અરજી કરી શકશે.

તાલુકા સ્વાગત કાર્યક્રમ માટે યોગ્ય પ્રશ્નો:

  • તાલુકા કક્ષાએ ઉકેલાઈ શકે તેવી ફરિયાદો અને રજૂઆતો
  • જમીન સંબંધિત પ્રશ્નો
  • સરકારી યોજનાઓના અમલ અંગેની ફરિયાદો
  • પેન્શન, રેશનકાર્ડ, રાજકીય સેવા તેમજ અન્ય પ્રશાસકીય પ્રશ્નો

કાર્યક્રમમાં જોડાનાર અધિકારીઓ: આ કાર્યક્રમમાં લાયઝન અધિકારી, મામલતદાર તેમજ સંબંધિત વિવિધ શાખાના અધિકારીઓ અરજદારોની રજૂઆતો સાંભળશે અને તે અંગે તાત્કાલિક શક્ય તેટલું નિરાકરણ લાવશે.

જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં આવીને પોતાના પ્રશ્નો રજૂ કરે અને આ લાભપ્રદ કાર્યક્રમનો ફાયદો ઉઠાવે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ