આજરોજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી – જૂનાગઢ માન.વાઢેર સાહેબ – ની અધ્યક્ષતા હેઠળ જ્ઞાન શાળા વિકાસ સંકુલ કેશોદ તાલુકાની તમામ શાળાઓના આચાર્યશ્રીઓની એક મિટિંગ આયોજન કરેલ હતુ જેના મુખ્ય મુદ્દાઓ નિચે મુજબના હતા…

1- શાળાના તમામ બાળકોના રેશનકાર્ડ સાથે આધારકાર્ડ ઈ કેવાયસીની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપેલ.

2 – શાળાના તમામ બાળકોના ઓનલાઇન અપાર આઈડી જનરેટ કરવા અંગે આચાર્યશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ APAAR ID ની ઓછી કામગીરી થયેલ શાળાઓના આચાર્યશ્રીને તેના કારણોની રૂબરું સમીક્ષા કરી શૈક્ષણિક કાર્યને બાધ ન આવે તે રીતે આયોજન કરી કામગીરી પૂર્ણ કરવા પ્રેરિત કરેલ માત્ર એટલું જ નહિ પરંતુ વિદ્યાર્થીઓના નામ, અટક, જન્મ તારીખ વગેરેમાં નિયમોનુસાર સુધારા કરવાની જરૂર પડ્યે તાલુકા કક્ષાએ કૅમ્પ કરવા માન. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ તૈયારી દર્શાવેલ. APAAR ID જનરેટર કરવાની છેલ્લી તારીખ 04/12/2024 પહેલા કોઈ પણ રીતે કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન કરવા સૂચના આપી.

3 – ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માર્ચ 2025 બોર્ડ પરીક્ષા બાબતે માર્ગદર્શન આપેલ

4 – ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનુ રીઝલ્ટ 100% આવે તે માટેનુ આગોતરૂ આયોજન કરવા બાળકોને જરૂરી તૈયારી કરાવવા આચાર્યશ્રીઓને જણાવેલ

5 – ટીચર અને સ્ટુડન્ટ ઓનલાઇન હાજરી રોજેરોજ બિનચુક સમયસર સબમિટ કરવા જેથી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિમાં 80% હાજરી બાબતે પ્રસ્નો થાય નહિ.

 

ઉપરોકત બાબતે તમામ શાળાઓએ અગ્રતાના ક્રમે ખાસ ઝુંબેશ ચલાવી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી.

 

 

 

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)