આજોઠા કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાના કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન.

તાલુકા કક્ષાના રમતોત્સવ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કબડ્ડી સ્પર્ધામાં આજોઠા કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો.

વેરાવળ તાલુકાના આજોઠા ગામની કુમાર પ્રાથમિક શાળાની ટીમે કબડ્ડીની આકર્ષક રમતમાં કુલ ૧૪ ટીમો સામે હરીફાઇ કરી. પ્રાથમિક રાઉન્ડથી જ ખેલાડીઓએ આત્મવિશ્વાસ અને સંકલન સાથે રમતો જીતતા જીતતા ફાઇનલ સુધીનો સફર પાર કર્યો. ફાઇનલ મુકાબલામાં પણ ટીમે પ્રભાવી રમત પ્રદર્શિત કરી પ્રતિસ્પર્ધીને હરાવી તાલુકા કક્ષાના કબડ્ડી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો.

વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય તથા શિક્ષક હરદાસભાઇ ગળચરે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં વધુ ઊંચાઇ હાંસલ કરવાની શુભેચ્છાઓ પાઠવી. આ જીતથી શાળાનું નામ તાલુકા સ્તરે ગૌરવપૂર્વક ઉજ્જવળ થયું છે.

અહેવાલ – પ્રકાશ કારાણી, વેરાવળ સોમનાથ.