જૂનાગઢ
આમ આદમી પાર્ટીના ગુજરાત ફ્રન્ટલ અધ્યક્ષ અને સફળ આંદોલનકારી એવા પ્રવીણ રામના આહવાન બાદ વેરાવળ ,તાલાલા ,કેશોદ તેમજ અન્ય વિસ્તારના આશા બહેનો અને આશા ફેસીલીટર બહેનોએ મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને રાખડીઓ મોકલવાનું શરૂ કર્યું છે,અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને ભેટસ્વરૂપે લઘુતમવેતનની પણ માંગ કરી છે , તેમજ તમામ આશાબહેનોએ આપનેતા પ્રવીણ રામને પણ રાખડી બાંધી અને ત્યારબાદ પ્રવીણ રામે આશા બહેનો માટે રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયન નામના સંગઠન બનાવવાની જાહેરાત કરી , આ યુનિયન આશા બહેનો અને આશા ફેસીલીટરના પ્રશ્નો ઉઠાવશે તેમજ એમના બધા પદાધિકારીઓ આશાબહેનો જ હશે એવી જાહેરાત પણ પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી
રાજ્યના મુખ્યમંત્રીને અને દેશના પ્રધાનમંત્રીને રાખડીઓ સાથે એક લાગણીસભર લેટર પણ મોકલવામાં આવ્યો જે લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે હાલમાં રક્ષાબંધનનો પવિત્ર ત્યોહાર આવી રહ્યો છે ત્યારે દરેક બહેન ભાઈને રાખડી બાંધતી હોય છે અને ભાઈ ખુશીથી પોતાની બહેનને કઈક ને કઈક ભેટ સોગાદો આપતા હોય છે, આ આપણી સંસ્કૃતિ છે
આ રક્ષાબંધનના ત્યોહારમાં અમે બધી આશાબહેનો અને આશા ફેસિલિટર બહેનો આપને મોટાભાઈ માની રાખડી મોકલી રહ્યા છે, આમ તો ભાઈ બહેનનો સંબધ અને રાખડીનો સબંધ નિસ્વાર્થ વાળો જ હોય છે પરંતુ બહેનને કઈક દુઃખ હોય અથવા વેદના હોય તો એ નીસંકોષપણે પોતાના ભાઈને જણાવી શકે છે, ત્યારે રાખડી મોકલીને આપને અમારા મોટાભાઈ માની જ લીધા છે ત્યારે હવે અમારું અમુક દુઃખ મોટાભાઈ તરીકે આપને જણાવવા માગીએ છીએ કે અમને અમારા કામ પ્રમાણે વેતન મળતું નથી, ઘણા બધા કામો અમારી પાસે વેતન વિના કરાવી લેવામાં આવે છે , અમને કોઈ કર્મચારી ગણતું નથી,અમે બધી બહેનો ખુબ દુખી છીએ ત્યારે અમારા મોટાભાઈ તરીકે આપશ્રી આપની બહેનોને લઘુતમ વેતન આપી તેમજ અમને કાયમી કર્મચારી બનાવી રક્ષાબંધનની ભેટ આપો એવી અમારી આપની પાસેથી અપેક્ષા છે, અમને ખબર છે કે અમારા મોટાભાઈ ખુબ મૃદુ અને મક્કમ છે ત્યારે તેમની બહેનોની વેદના સમજીને રક્ષાબંધનની ખુશીભેટ સ્વરૂપે લઘુતમ વેતન આપશે એવો તમારી બધી બહેનોને તમારા ઉપર વિશ્વાસ છે
ઉપરની તમામ લાગણીસભર વાતો રાખડી સાથે લેટરસ્વરૂપે મુખ્યમંત્રીશ્રીને અને પ્રધાનમંત્રીશ્રીને મોકલવામાં આવી રહી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ તમામ લાગણીસભર વાતોની મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ઉપર અસર પડે છે કે નહિ ?? આ તકે આપનેતા પ્રવિણ રામે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્યના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી આશાબહેનો અને આશા ફેસિલીટર બહેનોને લઘુતમ વેતન આપી તેમજ કાયમી કર્મચારી બનાવી મોટાભાઈ તરીકેની ભૂમિકા ચોક્કસથી ભજવશે
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)