ઇકોઝોન મુદે ગીરમાં ખૂબ વિરોધ પ્રદર્શનો થયા બાદ 18 તારીખે જાહેરનામાની અંતિમ તારીખ હોવા છતાં હજુ સુધી સરકાર દ્વારા કોઈ હલનચલન દેખાતી નથી , થોડા દિવસો પહેલા સરકારે સિંહ કે કોઈ વન્યજીવ દ્વારા માણસનું મૃત્યું થાય તો 10 લાખ આપવાનો પરિપત્ર કર્યો હતો પરંતુ આ પરિપત્ર બાબતે આપ નેતા પ્રવિણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકાર ઇકોઝોન લાગુ કરવા માટે લોકોને લોભામણી જાહેરાત કરી રહી છે, જ્યારે બાળકને ઇન્જેક્શન મારવું હોય ત્યારે જેમ ડોક્ટર બાળકનું ધ્યાન ભટકાવે એમ આ ભાજપ સરકાર ઇકોઝોન લાગુ કરવા માટે આવા પરિપત્રો કરી ગીરના લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે,પરંતુ આ આ વખતે ગીરના લોકોનું ધ્યાન ઇકોઝોન નાબૂદ કરવાના એક જ મુદા પર છે ,બીજુ વધુમા જણાવ્યું હતું કે શું સિંહ અને વન્યજીવ એમના વિસ્તારમાંથી બહાર નીકળી કોઈ માણસ પર હુમલો કરી એમને મારી નાખે તો તમે 10 લાખ આપીને સરકાર અને વન વિભાગના અધિકારીઓ છૂટ્ટા અને કોઈ ખેડૂત દ્વારા પોતાના સ્વબચાવમાં કોઈ વન્યજીવ પર હુમલો થઈ જાય તો એમની પેઢીઓ પૂરી થઈ જાય તો પણ બચી ના શકે, આ સરકારની બેધારી નીતિ કહેવાય કારણકે કોઈ વન્યજીવ એમના વિસ્તારની બહાર નીકળી માણસ પર હુમલો કરે તો શું વનવિભાગના અધિકારીઓ ઉપર કેમ કોઈ કેસ થતો નથી ?? અને શું 10 લાખ આપી દેવાથી એ પરિવારને એમનો વ્યક્તિ પાછો મળી જશે ?? આવા અનેક ધારદાર પ્રશ્નો પણ વિડિઓ મારફત સરકારને પૂછી પ્રવીણ રામે ફરીથી સરકાર સામે બાથ ભીડી હતી
તેમજ 18 તારીખે સાસણ ખાતે વિશાળ રેલીના આયોજન બાદ ઈકોઝોનનની લડતના પ્રણેતા પ્રવીણ રામે ઇકોઝોનમાં આવતા ગામડાઓમાં પ્રવાસ કરી માત્ર આગેવાનો અને આંદોલનમાં સક્રિય લોકો સાથે ખાટલા બેઠકો કરી હતી, આપનેતા પ્રવીણ રામે તાલાલા અને મેંદરડા તાલુકાના ધાવા,સુરવા, આંકોલવાડી, વાડલા, રાયડી, જાવંત્રી, મંડોરણા, હડમતીયા, ચિત્રાવડ,ચાંગોદ્રા, ચિત્રોડ, હરીપુર, હીરણવેલ અને અન્ય ગામડાઓમાં રૂબરૂ જઈ ગામના આગેવાનો અને ઇકોઝોન આંદોલનમાં સક્રિય એવા યુવાનો સાથે ખાટલા બેઠક યોજી ઇકોઝોન આંદોલન બાબતે ચર્ચાઓ કરી હતી તેમજ આગામી દિવસોમાં આ ભાજપ સરકાર અને વનવિભાગ સામે કઈ રીતે લડવું એમની પણ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી તેમજ સાથે સાથે આવનારા દિવસોમા પહેલા વિસાવદરમાં અને ત્યારબાદ તાલાલામાં ઇકોઝોનની વિરુદ્ધમાં એક વિશાળ જનસભાનુ આયોજન થશે એવી વાત પણ આપનેતા પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી હતી ત્યારે માત્ર આગેવાનો અને આંદોલનના સક્રિય લોકો સાથેની ખાટલા બેઠકના આયોજનમાં અમુક ગામોમાં એવી ઘટનાઓ બની હતી કે ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામ ગામમાં આવી રહ્યા છે એવી વાત મળતા ગામમાં હાજર તમામ લોકો અને મહિલાઓ મળવા માટે આવી જતા જાહેર મિટિંગ જેવું આયોજન કરવું પડ્યું હતું અને ઇકોઝોન મુદે હાજર રહેનાર તમામ લોકોએ પ્રવીણ રામને સમર્થન આપી આંદોલનને તેજ બનાવવા હાકલ કરી હતી અને જરૂર પડ્યે ભાજપને રાજકીય જવાબ આપવા માટે પણ લોકોએ હાકલ કરી હતી
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)