ઉનાના ખડા-સેંજલિયા ગામ પાસેથી રેતી ભરેલ ટ્રેક્ટર સાથે આશરે રૂ.૫.૭૫ લાખનો મુદ્દામાલ સીઝ કરતું તંત્ર

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અનુસાર ઉનાના પ્રાંત અધિકારીશ્રી તથા મામલતદારશ્રીની ટીમ દ્વારા રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ખડા-સેંજલિયા ગામ પાસે સીમર રોડ પાસેથી રેતી ભરેલ ટ્રેક્ટર સાથે આશરે રૂ. ૫.૭૫ લાખનો મુદ્દામાલ સીઝ કરી, ખાણ ખનીજ વિભાગને આગળની ધોરણસર કાર્યવાહી કરવા મોકલી આપવામાં આવ્યો છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)