ઉના તા.૮/૧૨. સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાત માં રવિ કૃષિ મહોત્સવ તા.૦૬ અને ૦૭ ડિસેમ્બર ૨૦૨૪ ના બંને દિવસ ૨૪૭ તાલુકા માં આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ઉના તાલુકા માં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ઉના ખાતે બંને દિવસ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રથમ દિવસે કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો જેમાં અંદાજિત ૭૦૦ થી વધુ ખેડૂતો એ ભાગ લીધો હતો .
જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,કોડીનારના કૃષિ નિષ્ણાંતો શ્રી રમેશભાઈ રાઠોડ અને શ્રીમતિ ડો.હંસાબેન ગામી દ્રારા ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખેતીવાડી,બાગાયત અને પશુપાલન ખાતાના અધિકારી શ્રીઓ દ્વારા સરકાર શ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી તેમજ ૧૫ થી વધારે સ્ટોલ ઉભા કરી સરકારી તેમજ ખાનગી કંપનીઓ તેમજ ખેડૂત પેદાશોના સ્ટોલ આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા.
આ કાર્યક્રમ ના બીજા દિવસે અંદાજે ૮૦૦ થી વધુ ખેડૂતો એ રવિ કૃષિ મહોત્સવ માં ભાગ લીધો હતો ને સંપૂર્ણ જાણકારી મેળવી હતી અને બંને દિવસ બપોર બાદ ઉના તાલુકા ના ખાપટ અને લામધાર ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના મોડેલ ફોર્મની વિજીટ કરવામાં આવી હતી.બંને દિવસે અંદાજીત કુલ ૧૫૦૦ થી વધારે ખેડૂત ભાઈઓ અને બહેનોએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અહેવાલ :નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)