ઉના તાલુકાના સીમાસી ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવ્યો*

*ઉના તાલુકાના સીમાસી ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવ્યો*

ઉના તાલુકાના સીમાસી ગામે આજ રોજ નૂતન રામ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ રાખવામાં આવ્યો હતો જેની અંદર પાંચ દિવસ સુધી ધૂન ભજન અને હવન રાખવામાં આવ્યો હતો અને ચાર તારીખે રામ મંદિરેથી ડીજે સાથે ધૂન ગાતા ગાતા બાપા સીતારામ ના મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આજ રોજ પ્રાણ પ્રતિષ્ઠા પુરવામાં આવી હતી જેમાં સમસ્ત

 

*સીમાસી ગામ ધુવાડા બંધ કરી એક સાથે ભોજન લેવામાં આવ્યું હતુ હિંદુ મુસ્લિમ અને અન્ય જ્ઞાતિના લોકો દ્વારા એક જ પંગતમાં બેસી એક જ સાથે ભોજન લેવામાં આવ્યું*

 

આ સીમાસી ગામની એક હિંદુ મુસલમાન ની એકતા સમગ્ર દેશને પ્રેરણા આપે છે કે ના તો હિન્દુ ખતરામાં છે ના તો મુસલમાન ખતરામાં છે બધા હળી મળીને એક સાથે વર્ષોથી બધા જ ધર્મના તહેવારો એક જ સાથે ઉજવવામાં આવે છે સીમાસી ગામમાં તો તમામ દેશવાસીઓને આ એકતા અને ભાઈ ચારો શીખવા જેવો છે

 

*ઉના તાલુકાનું સીમાસી ગામ ને જ્યાં ભવ્ય અને દિવ્યા રામ મંદિર*

 

અહેવાલ :- હુસેન ભાદરકા