ઉપલા દાતાર બ્રહ્મલીન મહંત પટેલ બાપુ ની 35મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી!!

જૂનાગઢ કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપાની 35મી પુણ્યતિથિની કાલે તારીખ 4 અને મંગળવારે વહેલી સવારથી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર દાતારની જગ્યા ને વિવિધ રંગબેરંગી પુષ્પો, ફુગ્ગાઓ તેમજ દ્રાક્ષ દ્વારા સુશોભિત કરવામાં આવશે. મહંત પૂજ્ય ભીમબાપુ તેમજ દાતાર સેવકગણ દ્વારા બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપાની સમાધિ પર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવશે.

આ પ્રસંગે એક વિશિષ્ટ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક દાતાર સેવકો હવનમાં પવિત્ર હુતદ્રવ્યો દ્વારા આહુતિ આપીને ધન્ય બનશે. મહંત પૂજ્ય ભીમબાપુ દ્વારા સર્વે ભાવિકો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં મયુર દવે, તેજસ પૂરી, પિયુષ મિસ્ત્રી સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે.

ઉપલા દાતાર: જૂનાગઢની કોમી એકતાનું પ્રતિક

જૂનાગઢમાં એક એવી જગ્યા આવેલી છે જ્યાં neither મંદિર nor મસ્જિદ છે, છતાં બંને કોમના લોકો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે. આ કોમી એક્તાના અનોખા પ્રતિક સમાન જગ્યા એટલે ઉપલા દાતાર. અહીં બિરાજમાન મહંતો આસન સિદ્ધ સંતો છે, જે એકવાર બિરાજ્યા બાદ પર્વતની નીચે ઉતરતા નથી અને જીવનકાળ સુધી આ જગ્યાની સેવા કરે છે.

ઉપલા દાતારનો ઈતિહાસ

સંત જમીયલ શાહ દાતાર, જે ઇરાનના તૂસ શહેરના વતની હતા, ઇ.સ. 1470 આસપાસ જૂનાગઢ આવ્યા હતા. તેઓ ઉદાર અને ઓલિયા પુરુષ હતા. તેઓ હિન્દુ અને મુસ્લિમ બંને માટે સમાન માનસિકતા ધરાવતા. આજે પણ તેમના ચિલ્લાને બંને કોમના લોકો શ્રદ્ધાપૂર્વક આદર આપે છે.

બ્રહ્મલીન સંત પૂજ્ય પટેલ બાપુએ પચાસ વર્ષ સુધી નિ:સ્વાર્થ સેવા કરી હતી અને જીવનકાળ દરમિયાન પર્વત છોડ્યો નહોતો. તેમની પુણ્યતિથિ હિન્દુ-મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ ભવ્ય રીતે ઉજવે છે, જે જુનાગઢની કોમી એકતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ. જગદીશ યાદવ, જૂનાગઢ.