એપલ ઇન્ટરનેશનલ સ્કૂલનું સાતમું વાર્ષિક એન્યુઅલ ફંકશન “ઉડાન મહોત્સવ ” યોજાયું હતું.

જેમાં નાના ભૂલકાઓ એ પોતાની અલગ અલગ ધાર્મિક સાંસ્કૃતિક તેમજ લોક જાગૃતિ માટેની કૃતિ ઓ રજૂ કરી હતી

તેમજ અલગ અલગ કેટેગરી માં ફસ્ટ, સેકન્ડ ,થર્ડ આવનારા વિદ્યાર્થીઓ ને પુરુસ્કૃત સંસ્થા તરફથી પણ કેશોદ ના આવનારા મહેમાનો અને સુજ્ઞ લોકો દ્વારા કરવામાં આવેલ હતા
જેમાં અત્તિથી તરીકે કેશોદ ધારાસભ્ય દેવા માલમ,તેમજ નગર પાલિકા પ્રમુખ અને કેશોદ ના પ્રથમ નાગરિક એવા મેહુલ ગોંડલીયા તેમજ સંસ્થા ના એપલ ઇન્ટરનેશનલ પિયુષ લાડાણી તેમજ મયુર કનેરીયા તેમજ પ્રિન્સિપાલ તેમજ અન્ય સંસ્થાઓ ના સ્ટાફ તેમજ બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને રંગીન બનાવ્યો હતો.


આ કાર્યક્રમ માં ખાસ જલારામ મંદિર ના ટ્રસ્ટીઓ તેમજ ભારત વિકાશ પરિષદ ના પ્રમુખ શ્રી ઓ ડો. સ્નેહલ ભાઈ તન્ના અને મહાવીરસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતાં સાથે ગુલાબી ઠંડી ના માહોલ વચ્ચે તમામ ભૂલકાઓ ના પરિવાર જનો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમ ની મજા માણી હતી અને લાસ્ટ માં સૌ એ સાથે મળી મિક્સ ભજીયા ની પણ મજા માણી હતી

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)