ઓખા અને વાડીનાર ખાતે યૂદ્ધસજ્જતા માટે વધુ એક મહત્વની મોકડ્રિલ

દ્વારકા:
હાલ પાકિસ્તાન સામે યુદ્ધ જેવી સંભાવનાઓ વચ્ચે રાષ્ટ્રસુરક્ષા માટેના પ્રયત્નો આજે દ્વારકા જિલ્લામાં ઓખા અને વાડીનાર સુધી વિસ્તર્યાં છે, જ્યાં મહત્વપૂર્ણ મોકડ્રિલ યોજાઈ હતી.

ઓખામાં યોજાયેલ સંયુક્ત મોકડ્રિલમાં ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તેમજ મરિન કમાન્ડોઝ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. તટીય વિસ્તારમાં અગમેચી પરિસ્થિતિમાં કઈ રીતે તત્કાળ જવાબ આપવો તે અંગે જવાનોએ સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો.

વાડીનાર ખાતે યોજાયેલી મોકડ્રિલ દરમિયાન લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો તથા ફાયર વિભાગે આગ લાગવાની ઘટનાની કલ્પના હેઠળ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. સમગ્ર કાર્યવાહી દર્શાવે છે કે તંત્ર અને સુરક્ષા દળો અનિચ્છનીય સંજોગો સામે પૂરતા પ્રમાણમાં સજ્જ છે.

પ્રાંત અધિકારી અમોલ આવટેએ જણાવ્યું કે,
“આવી ડ્રીલ દ્વારા લોકોને પણ જાગૃત કરવામાં આવે છે અને તંત્રની પ્રતિસાદ ક્ષમતા પણ મજબૂત થાય છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્થાનિક સ્તરે પણ સંપૂર્ણ સંકલન જરૂરી છે.”

આ મહત્વની કાર્યવાહી દરમિયાન તટીય સુરક્ષા, નાગરિક સુરક્ષા તથા ફાયર-મેડિકલ ટીમોનો તદ્દન સાથ જોવા મળ્યો.

સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા