કચ્છમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ

ભચાઉ (કચ્છ)

Advertisement

સમગ્ર વિશ્વમાં ૫ મી જુને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ ઉજવણીની શરૂઆત યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ૧૯૭૨માં શરૂઆત કરવામાં આવી હતી. તમામ પ્રકારના જંગલો વિશે વિશ્વમાં જાગૃત્તિ ફેલાવાના હેતુથી શરૂઆત કરવામાં આવી.

આ વર્ષની થીમ “Environmental Sustainability and Climate Action” Our land our Future ઉપર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી એટલે આજે શહેરીકરણ, ઔદ્યોગીકરણ તેમજ વિકાસની હરણફાળને લીધે વૈશ્વિક પર્યાવરણ પર તેની ગંભીર અસરો જોવા મળી રહેલ છે

લોકો ક્લાઈમેન્ટ ચેન્જની અસરો લગભગ તમામ ક્ષેત્રોમાં અનુભવી રહ્યા છે. ત્યારે મનુષ્યો દ્વારા થતિ વિવિધ પ્રવૃત્તિઓની વૈશ્વિક પર્યાવરણ પર થતી અસરો ઓછી થાય તે માટે હવે સર્વે ચિંતિત થયા છે. અને સૌ સાથે મળીને વધુ સારા વિશ્વ માટે તેમજ ભાવી પેઢી માટે વધુ સારુ વિશ્વ આપી શકાય તે માટે વિવિધ ઉપાયો વિશે મનોમંથન કરી રહ્યા છે. આવનારા સમયમાં લોકો વધુને વધુ વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં જોડાય તે ખૂબ જ મહત્ત્વનું છે.

કચ્છ સામાજીક વનીકરણ વન વિભાગ દ્વારા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેન્ટ ચેન્જની ઉભી થયેલ પરિસ્થિતિ સામે ઉપચારાત્મક પગલા લેવા, કચ્છ જેવા વિશાળ વિસ્તાર ધરાવતા પ્રદેશમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને પર્યાવરણને નુકશાન થતુ અટકે તે હેતુથી વન વિભાગ દ્વારા વૃક્ષ વાવેતર, નર્સરીઓમાં રોપાઓનો ઉછેર કરી વિના મૂલ્યે રોપા વિતરણ, ખેડુતલક્ષી યોજનાઓ થકી વૃક્ષોના વાવેતર કરી ૫ર્યાવરણ જાળવણી માટે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે. આ ચોમાસા દરમ્યાન સામાજીક વનીકરણ વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી વન વિભાગ દ્વારા ઉત્તમ પ્રકારના રોપા ભરી કચ્છ જિલ્લાના ૧૦ તાલુકાના ગામડાઓમાં “વૃક્ષરથ” ફેરવવામાં આવશે.જેમાં ગામડાઓની શેરીઓમાં જઈ ઘર ઘર સુધી રોપાઓનું વિતરણ તેમજ તેનો ઉછેર કરી પ્રકૃત્તિના જતનનું મહત્વ સમજાવવામાં આવશે.

આજ રોજ ૫-મી જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે ગામ-નોખાણીયા (કુનરીયા) તા.ભુજ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમા શ્રી એચ.વી.મકવાણા – નાયબ વન સંરક્ષકશ્રી સામાજીક વનીકરણ વિભાગ –ભુજ તથા ૫ર્યાવરણ પ્રેમીશ્રી નવીનભાઇ બા૫ટ, શ્રી પંકજભાઇ જોષી તથા કુનરીયા ગામના સરપંચશ્રી સુરેશભાઇ છાંગા, સુમરાસર ગામના સરપંરશ્રી રણછોડભાઇ આહીર તથા નોખાણીયા ગામના આગેવાનશ્રી પ્રવિણભાઇ આહિર તથા પર્યાવરણ પ્રેમી જાડેજા અજીતસિંહ ઉ૫સ્થિત રહેલ. નોખાણીયા-કુનરીયા અને સુમસરાસર ગામના લોકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં જળવાયુ પરીવર્તન,વધતા પ્રદૂષણો, ઘટતા વૃક્ષો જેવા ગંભીર મુદ્દાઓ ૫ર આવેલ મહાનુંભાવો દ્વારા વિસ્તૃત માહિતગાર કરવમાં આવેલ હતાં. સદરહુ ઉજવણી નિમિતે ૫ર્યાવરણ જાળવણી ની થીમ ૫ર ચિત્ર સ્પર્ઘા યોજવામાં આવેલ હતી. જેના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ. તથા વૃક્ષરથને પઘારેલ મહાનુંભાવો ના હસ્તે વૃક્ષરથ પ્રસ્થાન આ૫વામાં આવ્યું. તેમજ પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

અહેવાલ -દિપક આહીર (ભચાઉ કચ્છ

Advertisement