કાપોદ્રા પોલીસે ડ્રોનની મદદથી ગાંજાનો વેપલો કરતા બે ઝડપી પાડ્યા.
સુરત :
સુરતમાં નશીલા પદાર્થોના સેવન-વેચાણ સામે પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન ચલાવી રહી છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં ચાલતા ગાંજાના વેપલાને પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં ઝડપી લીધો હતો. ભીડભાડવાળી જગ્યાએ ગાંજાનું વેચાણ કરવા ઉભેલા બે પેડલરોને ઝડપવા પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી.
બાતમીના આધારે દબોચાયા
કાપોદ્રા ચાર રસ્તા, ડીજી.વી.સી.એલ. ઓફીસની સામે ખૂબ જ ભીડભાડ વાળી જગ્યામાં ગાંજો વેચાતો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી બે ઈસમોને વનસ્પતિ જન્ય માદક પદાર્થ (ગાંજો) જેનો વજન- ૩૪૮ ગ્રામ જેની કિં.રૂ. ૩.૪૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતાં. બાદમાં માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) હિંમત સામજીભાઇ હડીયા
(૨) નીતિન ધીરૂભાઇ ચાવડા
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)