👉 કેશોદ, તા. 17:
કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં હોળીની રાત્રે તોફાનીઓએ આતંક મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તોફાનીઓ દ્વારા ડો. ભીમરાવ આંબેડકર ની પ્રતિમાને નુકસાન કરવામાં આવ્યું હતું.
➡️ ઘટનાનો વિગતવાર વર્ણન:
✅ કાલવાણી ગામમાં પંચાયતના કૂવા પાસે આવેલી ડૉ. ભીમરાવ આંબેડકર ની પ્રતિમાને પહેરાવેલ હાર તોડી ફેંકવામાં આવ્યો હતો.
✅ તોફાનીઓએ પથ્થરો મારવાની સાથે પ્રતિમાને ખંડિત કરવાની કોશિશ કરી હતી.
✅ તોફાનીઓએ ગામની દુકાનોના બોર્ડ ઉતારી તોડફોડ કરી હતી.
✅ રસ્તા પર પથ્થરો મુકી રાહદારીઓને હેરાન કરવામાં આવ્યા હતા.
✅ બસ સ્ટેન્ડના બેસવાની જગ્યા તોડીને પણ નુકસાન કરાયું હતું.
➡️ કાયદેસર કાર્યવાહી માટે રજુઆત:
📍 ગામની પંચાયત દ્વારા તા. ૧૨-૦૩-૨૦૨૫ ના રોજ કેશોદ પોલીસ સ્ટેશન માં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
📍 ગ્રામજનો અને પંચાયતના આગેવાનો દ્વારા તાત્કાલિક કાર્યવાહી માટે ફરીથી લેખિત અને મૌખિક રજુઆત કરવામાં આવી છે.
📍 ગામમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી તોફાનીઓની ઓળખ કરવામાં મદદ મળશે.
➡️ આગળની કાર્યવાહી:
📌 હાલ કેશોદ પોલીસ દ્વારા આ મામલામાં શું કાર્યવાહી થશે એ જોવાનું રહેશે.
📌 ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.