કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢના પ્રવાસે: બગડું ખાતે જુદા જુદા પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

જૂનાગઢ

Advertisement

રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ ખાતે પ્રવાસે આવનાર છે, જેમાં કૃષિ મંત્રીશ્રી તા.૨૧ના રોજ ૩:૦૦ કલાકે બગડું ખાતે જુદા જુદા પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમ અન્વયે ઉપસ્થિત રહેશે. જેમા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સલેન્સ અંર્તગત જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાના નિર્માણાઘિન તેમજ નિર્મિત ઓરડાનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કરશે સાથે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન એન્ડ કોર્પોરેશન લિમિટેડના નવનિર્મિત ૬૬ કે.વી. મોટી પીંડાખાઈ સબસ્ટેશન વિસાવદર અને ૬૬ કે.વી. દેવગઢ સબ સ્ટેશન મેંદરડા તાલુકા ખાતે લોકાર્પણ જિલ્લાના માનનીય પ્રભારી મંત્રી અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ના વરદ હસ્તે યોજાનાર છે. આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ સાથે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વશ્રી સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠીયા, દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી, તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સાકરબેન દિવરાણીયા ઉપસ્થિત રહેશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement