જૂનાગઢ
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સ્કોડન લીડર, શ્રી સંજય વશિષ્ઠ, સી.એમ.ઓ, અંબુજા સિમેન્ટ લી. અંબુજાનગર હાજર રહ્યા હતા તેમની સાથે સાથે અતિથિ વિશેષ તરીકે શ્રી વેદાંત મુલાણી સાહેબ, શ્રી ચૌધરી સાહેબ, શ્રી અશ્વિનભાઈ બારડ હાજર રહ્યા હતા.
સરકારશ્રીના વિવિધ વિભાગો આત્મા, ખેતીવાડી, બાગાયત, પશુપાલનના વડાશ્રીઓ પણ હાજરી આપી હતી. અંબુજા ફાઉન્ડેશનના શ્રી મનોજભાઇ ચૌહાણ તેમજ મોતીબેન ચાવડાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં રાજય, જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડના સર્ટિફિકેટ પણ ખેડૂતોને એનાયત કરવામાં આવ્યા હતા.આ કૃષિ મેળામાં ૧૩ જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા ના શપથ પણ લેવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ૮૫૦થી વધુ ખેડૂત ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી. આ કાર્યકમને સફળ બનાવવા કેવિકે, આત્મા અને અબુંજા ફાઉન્ડેશનની ટીમે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)