કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા વિશ્વ અન્ન દિવસ ઉજવાયો

કોડીનાર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા આજરોજ તાલાળા તાલુકાના હડમતીયા ગામ ખાતે વિશ્વ અન્ન દિવસની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમની શરૂવાત કેવિકે ના ગૃહ વિજ્ઞાન નિષ્ણાંત શ્રીમતી હંસાબેન પટેલે શાબ્દિક સ્વાગત કરી અને વિશ્વ અન્ન દિવસના મહત્વ વિશે જાણકારી આપી અને સૌને ઘર આંગણે શાકભાજી નો બગીચો બનાવવાની માહિતી આપી હતી ત્યારબાદ કેવિકેના પાક સંરક્ષણ નિષ્ણાંતશ્રી રમેશભાઈ રાઠોડ દ્વારા ઉપસ્થિત સર્વેને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો અને પાકમાં આવતા રોગ-જીવાત ના સંકલિત નિયંત્રણ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં અંદાજીત ૫૦ જેટલા ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)