પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો આજરોજ બિહારના ભાગલપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન દ્વારા રિલિજ કરવામાં આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજાનગર ખાતે જીલ્લા ખેતીવાડી વિભાગ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે કિસાન સમ્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમતી મંજુલાબેન મુછાળ, માન. પ્રમુખ, જિલ્લા પંચાયત, ગીર સોમનાથ, સ્નેહલ ભાપકર, ડીડીઓ-ગીર સોમનાથ, રાજવીરસિંહ ઝાલા, માન. ઉપ પ્રમુખ, જિલ્લા પંચાયત, ગીર સોમનાથ, ડાયાભાઈ જાલોધરા, ચેરમેન કારોબારી સમિતિ, જી.પં.-ગીર સોમનાથ, તેમજ જિલ્લા અને કોડીનાર તાલુકા પંચાયત અન્ય સમિતિના ચેરમેનઓ અને સભ્યો, સ્કોડન લીડર-શ્રી સંજય વશિષ્ઠ,CMO- અંબુજા સીમેંટ લી. અંબુજાનગર, ઉમાશંકર ચૌધરી, PCM-અંબુજા સીમેંટ લી. અંબુજાનગર, દલસુખ વઘાસીયા, રિજનલ પ્રોગ્રામ ડાયરેક્ટર, અંબુજા ફાઉંડેશન, જીતેન્દ્રસિંહ, વરિષ્ઠ વૈજ્ઞાનિક & વડા, કેવીકે, અંબુજાનગર, ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યમમાં શ્રીમતી મંજુલાબેન મુછાળ, પ્રકાશભાઇ ટાંક, સંજય વશીષ્ઠએ પ્રસંગોચીત ઉદબોધન કર્યું હતું. કેવિક દ્વારાં રમેશભાઈ રામ-પ્રાકૃતિક ખેતી, શ્રીમતી ક્રિષ્નાબેન સાંગાણી- મહિલા બચત મંડલ, કાનજીભાઇ સોલંકી- મૂલ્યવર્ધન, જશુભાઇ સોલંકી, મિલેટની પ્રાકૃતિક ખેતી માટે મહેમાનશ્રીઓ દ્વારાં સાલ ઓઢાડી, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકાર ની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રતીકાત્મક ચેકનું વિતરણ કરવામાં આવ્યુ હતું. માનનીય મુખ્યમંત્રી તેમજ માનનીય પ્રધાનમંત્રીના ઉદબોધનનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વેએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ સલગ્ન 14 જેટલા સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 620 જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કેવિકે, આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી વિભાગ, ગીર સોમનાથની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ-જૂનાગઢ