આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરવો અને રોડ સલામતી પ્રત્યે તેમના મનમાં જાગૃતિ લાવવાનો હતો, જેથી તેઓ સુરક્ષિત અને જવાબદારીપૂર્વક માર્ગ પર ચાલે.આ સાથે સ્વયંસેવકઓને પ્રત્યક્ષ રોડ પર લઈ જઈને ફિલ્ડ તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોઘા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર શ્રી નેહલ પટેલ દ્વારા ટ્રાફિકના નિયમો, માર્ગ અકસ્માતના મુખ્ય કારણો અને દંડ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો સંચાલન જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્શા રોઘા અને પી.એસ.આઈ. શ્રી પરાગભાઈ દાર્વા ના માર્ગદર્શનમાં કરવામાં આવી રહ્યો છે. MY ભારત-નવસારી અને નેહરુ યુવા કેન્દ્ર-નવસારી ના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો તથા ટ્રાફિક પોલીસના સહયોગથી 5 દિવસીય તાલીમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી રહી છે.
અહેવાલ: આરીફ શેખ(નવસારી)