કેશોદના કારખાનેદાર ની મગફળીનો જથ્થા સાથે ટ્રક ગુમ થતાં નોંધાવી ફરિયાદ.

કેશોદ

કેશોદ શહેર સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી સીંગદાણા ના વેપાર ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટ માટે નામના ધરાવે છે. કેશોદના સોદરડા ઉધોગનગર ખાતે આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ ના માલિક ભરતભાઈ મોહનભાઈ વણપરીઆ એ કેશોદ પોલીસ સ્ટેશનમાં ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીજે- ૧૧-ઝેડ-૧૧૨૦ ના ડ્રાઈવર ભાવેશભાઈ લાખાભાઈ મારૂ દ્વારા મગફળી ગુણી ૩૫૫ વજન ૧૪૪૦૯ કિલોગ્રામ કિંમત રૂપિયા ૭,૮૦,૦૪૬/- ગોંડલ ખાતે ન પહોંચાડી વિશ્વાસઘાત છેતરપિંડી કરતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એ મુજબ આરતી ઈન્ડસ્ટ્રીઝ ના ભરતભાઈ મોહનભાઈ વણપરીઆ એ તારીખ ૨૫/૯/૨૦૨૪ ના રોજ ભરતભાઈ શિવશંકર ભાઈ બારૈયા ગામ દેવગણા તાલુકો શિહોર થી ૩૫૫ ગુણી મગફળી વજન ૧૪૪૦૯ કિલોગ્રામ કિંમત રૂપિયા ૭,૮૦,૦૪૬/- ની ખરીદી કરી મંગાવેલ હતી . કેશોદ ખાતે મગફળી નો જથ્થો પહોંચતા સેમ્પલ મુજબની ગુણવત્તા ન હોવાથી અને ગોડાઉનમાં અન્ય મગફળીના જથ્થામાં બગાડ ન થાય એટલે તારીખ ૫/૧૦/૨૦૨૪ ના રોજ પરાગ ઈન્ડસ્ટ્રીઝ ના માલિક તુષારભાઈ મનસુખભાઈ વોરા રહેવાસી ગોંડલ ને મોકલી આપવા મારૂતી ટ્રાન્સપોર્ટ ના તેજશભાઈ પરમાર દ્વારા ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીજે- ૧૧-ઝેડ-૧૧૨૦ ના ડ્રાઈવર ભાવેશભાઈ લાખાભાઈ મારૂ ને મગફળી ગુણી ૩૫૫ વજન ૧૪૪૦૯ કિલોગ્રામ કિંમત રૂપિયા ૭,૮૦,૦૪૬/- બીલ સહિત કાગળો સોંપી ગોંડલ જવા રવાના કરેલ જે તારીખ ૬/૧૦/૨૦૨૪ સવારે પહોચવાનું હોય ન પહોંચતા ટ્રક ડ્રાઈવર ભાવેશભાઈ લાખાભાઈ મારૂ નો ટેલિફોનીક સંપર્ક કરતાં ટ્રક ખરાબ થયેલ હોય અગીયાર વાગ્યે પહોંચી જશુ એવું જણાવ્યું હતું પરંતુ પાંચ વાગ્યે ફરી સંપર્ક કરતાં ફોન સ્વીચ ઓફ જણાતાં કાંઈક અજુગતું બન્યું હોવાનું ધ્યાને આવતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં આરતી ઈન્ડસ્ટ્રીઝ ના માલિક ભરતભાઈ મોહનભાઈ વણપરીઆ એ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીજે- ૧૧-ઝેડ-૧૧૨૦ ના ડ્રાઈવર ભાવેશભાઈ લાખાભાઈ મારૂ અને તપાસમાં અન્ય સંડોવણી જાહેર થાય તેઓ વિરુદ્ધ મગફળી ગુણી ૩૫૫ વજન ૧૪૪૦૯ કિલોગ્રામ કિંમત રૂપિયા ૭,૮૦,૦૪૬/- વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી ની ભારતીય ન્યાય સંહિતા ની કલમ હેઠળ ગુનો નોંધી કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ દ્વારા ટેકનોલોજી નો ઉપયોગ કરી ટ્રક ડ્રાઈવર ભાવેશભાઈ લાખાભાઈ મારૂ સહિત મદદગારો ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)