કેશોદના માણેકવાડા ગામે જુગારીઓ પર જીવલેણ હુમલો કરનારાઓ ઝડપાયાં…

કેશોદ

કેશોદના માણેકવાડા ગામે આંબા ના બગીચામાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં હોય કેશોદ પોલીસ દ્વારા રેડ કરવામાં આવતાં વાડી વિસ્તારમાં થી નાસી છુટેલા જુગારીઓ ને હાઈવે રોડ પર રોકી એકસંપ કરી માર મારી રોકડ રકમ સહિત સોનાના દાગીના લૂંટી લેવામાં આવેલ હતાં ત્યારે મૂઢમાર નો ભોગ બનેલા ને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર એસ કે મહેતા દ્વારા રાજુભાઈ દેવાભાઈ ઓડેદરા રહેવાસી મેખડી નું નિવેદન નોંધી રાકેશ ડાંગર ઉર્ફે ફન્ટુર, વિક્રમ રામ જીલડીયા ઉર્ફે કાનો, કુલદીપ રાણા ચાવડા, રાણા મુળુ ચાવડા, દેવાયત લાખાભાઈ રીક્ષા વાળા, બાલો કોડીયાતર, દેવકુ વીરડા, જોની ડાંગર, ભીખુ રામભાઈ સોનારા, હિરેન ઘેલાભાઈ ડાંગર, મહેશ પાચાભાઈ મારૂ ઉર્ફે મેઘો, અશ્ર્વિન જીલડીયા જેસીબી વાળો અને હાર્દિક નારણ વીરડા વિરુદ્ધ ગુનો નોંધી કેશોદ પોલીસ દ્વારા અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)