કેશોદ
કેશોદના માણેકવાડા ગામે કોબા સીમ વિસ્તારમાં આવેલ કરણ હરદાસ આત્રોલીયા ના ખેતરમાં આબા ના બગીચામાં જાહેરમાં જુગારધામ મેખડી ગામનાં રાજુ ઉર્ફે લાંબો દેવ ઓડેદરા ત્થા કેશોદના જેસા કાળા સાથે મળીને બહારથી જુગારીઓને બોલાવી હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડી આર્થિક લાભ મેળવી રહ્યાં હતાં. કેશોદ પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરતાં અઢાર જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જેમાં આઠ ઈસમો ઝડપાયેલા અને દશ ઈસમો નાસી છુટ્યા હતાં.
કેશોદના માણેકવાડા ગામે આવેલ કોબા સીમ વિસ્તારમાં આવેલ કરણ હરદાસ આત્રોલીયા ના ખેતરમાં આબા ના બગીચામાંથી નાસી છુટેલા ઈસમોમાંથી બે ઈસમો ને ગામનાં નાગદેવતા માલ બાપાના મંદિર પાસે પકડી ઢોરમાર મારી ખિસ્સામાં થી રોકડ રકમ અને સોનાના દાગીના લુટી જબરજસ્તી વાડીએ લઈ જઈ ગોધી રાખી કુવામાં ઉતારી લટકાવી રાખેલ અને માણેકવાડા ગામે જુગાર રમવા ન આવવું અને લુટ અપહરણ ગોધી રાખી ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ન નોંધાવવા ધમકાવ્યા હતાં. ભોગ બનનાર ઈસમો અસહ્ય દુઃખાવો થતાં કેશોદ સબ ડીસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા છે અને ચોવીસ કલાક જેવો સમય વિતવા છતાં જવાબદાર તંત્ર દ્વારા માણેકવાડા ગામનાં રાકેશ ઉર્ફે ફનટુર, વિક્રમ ઉર્ફે કાનો, કુલદીપ, રાણાભાઈ, દેવાત રીક્ષા ચાલક, બાલાભાઈ, દેવકુ, જોની, જયદીપ, ભીખુ, હીરેન, મહેશ ઉર્ફે મેઘો, અશ્ર્વિન જેસીબી વાળો દ્વારા જીવલેણ હુમલો કર્યો છે આમછતાં સ્થાનિક જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં શંકા કુશંકાઓ ઉભી થઈ છે.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)