કેશોદના માણેકવાડા નજીક આકસ્મિક ઘટનાની નિષ્પક્ષતાથી તપાસ કરવા પરિવારજનોની માંગ.

કેશોદ

કેશોદ નજીક આવેલાં માણેકવાડા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત તારીખ ૧૩મી જુલાઈ રાત્રે નંબર પ્લેટ વગરનાં ટ્રેકટર સાથે મોટરસાયકલ આકસ્મિક ઘટના બની હતી જેમાં બાઈકસવાર પરેશભાઈ ઉર્ફે ભુરો નરોત્તમભાઈ લોઢીયા નું ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં મોત નિપજ્યું હતું. આકસ્મિક ઘટનામાં મોતને ભેટનાર આશાસ્પદ યુવાનના પરિવારજનોએ જુનાગઢ જીલ્લા પોલીસ વડા ને લેખિતમાં રજુઆત કરી શંકાસ્પદ આકસ્મિક ઘટના અંગે ફેરતપાસ કરી ન્યાય આપવા માંગણી કરી છે. મૃતક પરેશભાઈ ઉર્ફે ભુરો નરોત્તમભાઈ લોઢીયા ના પરિવારજનો હાલમાં રાજકોટ ખાતે રહેતાં હોય અકસ્માત ની જાણ થતાં આવવા નીકળી ગયા હતા છતાં કાકાના દિકરાને ફરિયાદી બનાવી ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૦૬(૧), ૨૮૧ અને મોટર વાહન અધિનિયમ ૧૭૭,૧૮૪ હેઠળ મૃતક વિરુદ્ધ ગુનો નોધવામાં આવ્યો હતો ત્યારે ફાર્માટેક કંપનીનું નંબર વગરનું ખાડા કરવાના ટ્રેકટર ના ચાલક કે માલિક નો કોઈ ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો નથી

કેશોદ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક ઘટનામાં મોતને ભેટનાર બાઈક સવારને આરોપી તરીકે દર્શાવતાં ઉઠયાં પ્રશ્ર્નો…

મૃતક પરેશભાઈ ઉર્ફે ભુરો નરોત્તમભાઈ લોઢીયા એ કેશોદ પોલીસ સ્ટેશનમાં વિજય કરંગીયા અને સાગરીતો દ્વારા અપહરણ કરી લુંટ ચલાવી હતી જે અંગે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસમાં મૃતક અને તેઓની વૃધ્ધ માતાને તારીખ ૯/૨/૨૦૨૪ ના રોજ પોલીસ સ્ટેશનમાં બોલાવી સમાધાન કરવા દબાણ કરેલ જયારે ફરિયાદી ના પાડતાં વૃધ્ધ માતાની નજર સમક્ષ ઢોરમાર મારી આખી રાત લોકઅપમાં રાખવામાં આવેલ હતો. મૃતક યુવાનને અસહ્ય દુઃખાવો થતા તારીખ ૧૧/૨/૨૦૨૪ ના જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોધાવવા જતાં પોલીસ દ્વારા દિલાસો આપી સમજાવી લીધાં હતાં. કેશોદના ચારચોક વિસ્તારમાં શિવ ફરસાણ નામે લારીમાં ગાંઠીયા નો વ્યવસાય કરતાં આકસ્મિક ઘટનામાં મોતને ભેટનાર આશાસ્પદ યુવાન ને પોતાની પત્ની સાથે પારિવારિક ઝઘડામાં પતિનું ઘર છોડીને કેશોદમાં જ રહેતાં બહેનના ઘરે જતાં રહ્યાં બાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા જતાં સમજાવવા ગયેલા પરેશભાઈ ઉર્ફે ભુરો નરોત્તમભાઈ લોઢીયા ને પત્ની અલ્કાબેન, તેમની બહેન કલ્પનાબેન, આગલા ઘરનો પુત્ર પ્રિન્સ અને અજાણ્યા શખ્સો સહિત પાંચેક લોકોએ એકસંપ કરી બેટ અને લાકડી અને ઢીકાપાટુનો ઢોરમાર મારી ઓળખીતા પોલીસ વાળાને બોલાવી સોંપી દેતા પોલીસ સ્ટેશનમાં પીવીસી પાઈપ અને પટ્ટા વડે ફરીથી ઢોરમાર મારવામાં આવતાં પોલીસ દ્વારા જાણ કરી બોલાવી યુવાનના કપડાં મળમૂતર થી બગડી જતાં વૃધ્ધ માતા કપડાં આપવા ગયેલાં ત્યારે મળવા પણ દીધાં નહોતાં પરિવારજનોએ પુછપરછ કરતાં જામીન આપી છોડાવી જજો જેથી બીજા દિવસે છોડવામાં આવેલ પરંતુ મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જીજે-૦૩- જેકે-૮૨૧૯ અને પૈસા ભરેલું પાકીટ કોર્ટમાં થી હુકમ લાવી છોડાવવા જણાવ્યું હતું ઢોરમાર નો ભોગ બનનાર ભયથી થરથર ધ્રુજતાં મૃતક યુવાનને ઘરે લઈ જતાં જણાવ્યું હતું કે અલ્કા તેમની બહેન, ભાઈ અને અજાણ્યો શખ્સ દ્વારા એવી માંગણી કરે છે કે જમનભાઈ નરોત્તમભાઈ લોઢીયા ની તમામ મિલ્કત અલ્કા ના આગલાં ઘરના પુત્ર પ્રિન્સ ના નામે કરી આપ નહિતર રોજ નવી નવી ફરિયાદ કરી હેરાન પરેશાન કરી જીવવું મુશ્કેલ કરી આપીશું. ફરિયાદી મીનાક્ષીબેન પોતાની વૃધ્ધ માતા સાથે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા જતાં ગુનેગાર માફક મહિલાની ગરિમા જાળવ્યા વગર ભુડી ગાળો બોલી વૃધ્ધ માતાને વાળ પકડી નીચે પછાડીને કહ્યું હતું કે ભુરાની જેમ ધોકા અને પટાવાળી કરવી પડશે જેથી રોઈ કગરીને હાથે પગે લાગી ઘરે પહોંચી કેશોદ ખાતે રહેવું સલામત ન હોય ફરિયાદી મીનાક્ષીબેન પોતાની વૃધ્ધ માતા મૃતક ભાઈ સાથે એમનો દીકરો અને આગલાં ઘરની દીકરીને લઈ રાજકોટ ખાતે રહેવા જતાં રહ્યાં હતાં. કેશોદ પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ મોટરસાયકલ અને પૈસા સાથે પાકીટ છોડાવવા અકસ્માતના દિવસે આવેલ અને રાત્રે પરત રાજકોટ જતાં માણેકવાડા નજીક આકસ્મિક ઘટના બની હતી. ગત તારીખ ૨૨મી જુલાઈના રોજ મૃતક ની પત્ની કપડાં લતા દર દાગીના લઈને એમની બહેનની ઘરે જતાં રહ્યાં બાદ અલ્કાબેન અને મળતિયાઓ દ્વારા સ્થાવર મિલકત અને દસ્તાવેજો સોંપી દેવા ધાકધમકી આપવામાં આવતાં ફરિયાદી મીનાક્ષીબેન પોતાની વૃધ્ધ માતા અને બાળકોને પરત રાજકોટ લઈ ગયેલ છે.

આગોતરું આયોજન કરી મારી નાખીને આકસ્મિક ઘટનામાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ…

જુનાગઢ જીલ્લા પોલીસ વડાને લેખિતમાં કરેલી રજુઆતમાં મૃતક પરેશભાઈ ઉર્ફે ભુરો નરોત્તમભાઈ લોઢીયા નું આગોતરું આયોજન કરી મારી નાખીને આકસ્મિક ઘટનામાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ખાસ સ્કવોડ દ્વારા નિષ્પક્ષ નિષ્ઠાપૂર્વક તપાસ કરી સત્ય હકીકત બહાર લાવી જવાબદાર ઈસમો અને સંડોવાયેલ શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની જોગવાઈ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કલેકટર અને ડીઆઈજી જુનાગઢ ને ન્યાય અપાવવા અરજ કરી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે ત્યારે ફરિયાદી મીનાક્ષીબેન પોતાના મૃતક ભાઈને અને વૃધ્ધ માતાને ન્યાય અપાવવા ન્યાયપાલિકા સમક્ષ જવાની તૈયારી દર્શાવી છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)