જિલ્લાના કેશોદ તાલુકાના સોદરડા ગામમાં પંચાયત ચૂંટણીના પડઘે ઘર્ષણજનક ઘટના બની છે. ચૂંટણીના Rajકારણના કારણે ગામના એક યુવાનને સામા પક્ષના લોકો દ્વારા માર મારી જીવથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
રિધમગીરી જયેશગીરી ગોસ્વામી (ઉમર ૩૧), રહેવાસી સોંદરડા ગામે લુહાર શેરી, માવા લેવા અન્નપુર્ણા પાન અને પ્રોવિઝન સ્ટોર પાસે ગયા હતા. તે સમયે કનકસિંહ ચંદ્રસિંહ રાયજાદા, જે વિજેતા પક્ષ સાથે સંકળાયેલા છે, એમણે રાજકીય રોષ પામતા કહ્યું કે “તુ સામા પક્ષે કેમ હતો?” તેમ કહી ગાળો આપી, ધક્કો મારી અને ડાબા હાથમાં ઝાપટ મારે અને જીવતો નહીં છોડી દઈ એવી ધમકી આપી હતી.
આ મામલે રિધમગીરીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ એફઆઈઆર ભારતીય દંડ સંહિતા કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), અને ૩૫૧(૩) હેઠળ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેસની તપાસ એએસઆઈ પી.જી. કોડીયાતર કરી રહ્યાં છે.
કેશોદ તાલુકામાં હાલની પંચાયત ચૂંટણીમાં અનેક ગામોમાં તણાવની સ્થિતિ ઊભી થઈ છે. મઢડા બાદ હવે સોંદરડા ગામે રાજકીય અહંકારના કારણે સામસામે ઝપાઝપીની સ્થિતિ સર્જાઈ છે. લોકોમાં ભારે રોષ છે અને પોલીસની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે.
આ કેસે વધુ કેટલાં રાજકીય ભડકાવા લાવશે કે નહીં, એ તો આવનારા દિવસોમાં સ્પષ્ટ બનશે.
અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ