કેશોદના 22 વર્ષીય યુવાનનું આફ્રિકામાં થયું મોત 23 દિવસે તેમની ડેડ બોડી કેશોદ પહોંચી કારણ અકબંધ.

કેશોદ

કેશોદ ખાતે સિંધી શાળા પાસે રહેતા મુસ્લિમ યુવક મહંમદ યુસુફ મલેક કેશોદ ના જ એક એજન્ટ મારફત આફ્રિકા ગયેલ હતા અને ત્યાં ઇન્ડિયન કમ્પની ધારક ને ત્યાં આફ્રિકા ના કોંગો કિન્સાસા ખાતે કામગીરી કરતા હતા અને થોડાજ દિવસો એટલે કે દસ કે પંદર દિવસ બાદ આવવાની તેમના પરી જનો સાથે વાત પણ ટેલિફોનિક થયેલી બાદ તા 2/9/2024 ના રોજ ત્યાં તેમનું મૃત્યુ થયાના સમાચાર તેમના પરિવાર ને કમ્પની દ્વારા કરવામાં આવી હવે જ્ઞાતિ અગ્રણી ઓ અને પરિવાર જનો દ્વારા વિચાર વિમર્શ કરતા તેમની દફન વિધિ આફ્રિકા નહીં પણ તેમના માદરે વતન કેશોદ ખાતે તેમની બોડી લાવવા માટે તમામ પ્રકાર ના રાજકીય સામાજિક લોકો ના અથાગ પ્રયત્નો ના અંતે તા :24/9/2024 એટલે કે ત્રેવીસ દિવસ બાદ તેમની ડેડ બોડી કેશોદ ખાતે રાત્રે લાવવામાં આવી પરંતુ ક્યાં કારણ સર તેમનું મૃત્યુ થયું છે તે હાલ કારણ અકબન્ધ છે

પરંતુ આફ્રિકા જતા લોકો માટે આ કિસ્સો આ યુવાન ના મોત પર થી નક્કી કરી શકાય છે કે વિદેશ કમાવા જવા કરતા અહીંયા છાસ અને રોટલી સારી એ સાબિત થતો આ કિસ્સો જોવા મળી રહ્યો છે હાલ આ બાબતો પર ત્યાં ના જ્ઞાતિ અગ્રણી અને મોટા કમ્પની ધારકો તેમજ ભારત ના રાજકીય આગેવાનો અને જ્ઞાતિ ની સંપૂર્ણ મહેનત ના કારણે આ બોડી પહોંચેલ હોય તો આવા કન્ટ્રી માં નોકરી કરતા લોકો માટે ચેતવણી રૂપ આ કિસ્સો સામે આવતા લોકો માં તર્ક વિતર્ક જોવા મળ્યો હતો….

અહેવાલ :- રાવલિયા મધુ કેશોદ (જૂનાગઢ)