કેશોદ ના ચાર ચોક વિસ્તાર માં અંદાજિત ત્રણ વર્ષ જેવા સમય થી અંડર બ્રીઝ નું કામ શરુ થયું ત્યાર થી જાહેર નામું પ્રસિદ્ધ કરવામાં આવેલ અને મેંદરડા તરફ અને એરપોર્ટ તરફ જવા મોટા વાહનો ને એરપોર્ટ રોડ પરથી જવા માટે રસ્તો અપાયેલ છે અને નાના વાહનો ઉતાવળીયા ના રેલવે પુલ નીચે થી ચાલતા હોય ત્યારે મોટા વાહનો ને એરપોર્ટ રોડ તરફ ફરવું ના પડે તે માટે અવાર નવાર તંત્ર દ્વારા લગાવવામાં આવેલા ગાર્ડ ને તોડી પાડવા માં આવે છે જેથી મોટા વાહનો પણ આશાની થી પસાર થઇ શકે કેશોદ પોલીસ ઇન્સ્પેકટર બી બી કોળી દ્વારા આવક જાવક માટે અલગ રસ્તાઓ કરવામાં આવેલ હતા
પરંતુ થોડા જ ટાઈમ માં ત્યાંથી બંદોબસ્ત હટાવી લેવાતાં પરિસ્થિતિ એજ રહી હાલ સવાર ના સમયે અને સાંજ ના સમયે ટ્રાફિક ની સમસ્યા કાયમી માટે સર્જાતી હોય તેવા સમયે મોટા વાહનો આવક જાવક માં અડચણ રૂપ બની અને ટ્રાફિક કરતા હોય દિવાળી સમયે એક ગાર્ડ તૂટી અને છકડો રીક્ષા પર પડતા કોઈ જાન હાનિ થઇ ના હતી ત્યારે તે એન્ગલ ને નદીમાં મૂકી દેવા માં આવેલ છે અને એક સાઈડ માં એન્ગલ છે તે પણ કોઈ ની માંથે પડવાની રાહ તંત્ર જોય રહ્યું હોય તેવું સાફ જણાઈ આવે છે ત્યારે આ મુદ્દે બંને સાઈડ એન્ગલ ગાર્ડ તોડી મોટા વાહન ધારકો પસાર થઈ શકે તે માટે એન્ગલ લગાડવામાં નહીં આવેલ હોય કે કેમ તેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે
હાલ આ જગ્યા પર અંદાજિત પાંચ જેટલાં GRD જવાન ને મુકવામાં આવેલા છે છતાં વાહન ધારકો કોઈ પણ નું સાંભળતા જ નથી અને આંખ આડા કાન કરી જતા રહે છે માટે ખાસ તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફરી ગાર્ડ લગાવવામાં આવે અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે જેથી ફરી અવર જવર અલગ રસ્તા પર થાય અને મોટા વાહનો નીકળતા બંધ થાય તો ટ્રાફિક ની સમસ્યાઓ અને કોઈ ના જીવ જતા અટકશે…
અહેવાલ : રાવલીયા મધુ (કેશોદ)