કેશોદમાં એમ.ડી. વિદ્યાલયનો ભવ્ય શુભારંભ, વિજ્ઞાન મેળાનો પણ આયોજીત ઉજાસ

સ્થળ: કેશોદ (જુનાગઢ રોડ)
તારીખ: 27/04/2025
અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ

કેશોદના નયનરમ્ય અને ખુલ્લા વાતાવરણમાં બાળકોના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે, કૃષ્ણા સ્કૂલ ગ્રુપ સંચાલિત એમ.ડી. વિદ્યાલયનો આજ રોજ શુભારંભ કરાયો હતો.
યાર્ડ નજીક આવેલ આ સંકુલનું લોકાર્પણ કેશોદ-88 મતવિસ્તારના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા અને ટ્રસ્ટી ઠાકરશીભાઈ જાવીયાના હસ્તે કરવામાં આવ્યું.

શુભારંભના અવસરે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ વિજ્ઞાન મેળાનું પણ આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો અને સંકલ્પનાઓ રજૂ કરી હતી જેમ કે:

  • સ્વચાલિત અગ્નિશામક ટેન્ક
  • સ્માર્ટ એગ્રી કલ્ચર પ્રયોગો
  • રોડ એક્સિડન્ટ નિવારણ મોડલ
  • બરોડા બોટ એક્સિડન્ટ ડેમો
  • ઓઇલ બ્રેક સિસ્ટમ
  • ઇલેક્ટ્રિક સાઇકલ
  • નદી સફાઈ મશીન
  • ઇલેક્ટ્રિક પુલ
  • ભૂકંપ એલાર્મ સિસ્ટમ

વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની નવીન શોધ અને સૃજનશીલતા રજૂ કરી અને મહેમાનોનું મન જીતી લીધું.
આ કાર્યક્રમનું આયોજન કૃષ્ણા સ્કૂલ ગ્રુપ દ્વારા કરાયું હતું અને ભાવિ પેઢી માટે નવા ઉજળા વિઝન સાથે શાળાનું પ્રારંભ કર્યો હતો.