કેશોદમાં કેમ્ડલ માર્ચ: પહેલગામ આતંકી હુમલાના શહીદોને હિન્દુ યુવા સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ

કેશોદ, 23 એપ્રિલ 2025 (બુધવાર):
શ્રીનગરના પહેલગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા હિન્દુ યુવા સંગઠન – કેશોદ ગ્રૂપ દ્વારા કેશોદના ચાર ચોક ખાતે એક ભાવુક કેન્ડલ માર્ચ યોજાઈ હતી.

શામના 8 વાગે રામ ભગવાનની મૂર્તિ પાસે પ્રાર્થના સાથે શરૂ થયેલી આ કેન્ડલ રેલીમાં શહીદ થયેલા 27થી વધુ લોકોના આત્માની શાંતિ માટે દુઆઓ ઊઠી. મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો હાજર રહ્યા અને રેલી અંતે રામ મંદિર ખાતે સમાપ્ત થઈ.

કેશોદ પોલીસ પણ સક્રિય રહી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર બાલાસરા, દેવાભાઈ ભરાઈ, રણજીતભાઈ ડાંગર, સુખદેવસિંહ સીસોદીયા સહિતનો સ્ટાફ હાજર રહ્યો અને કડક બંદોબસ્ત ગોઠવાયો હતો.

અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ