કેશોદમાં ડીવાયએસપી બી.સી. ઠક્કર એસ.પી. તરીકે પ્રમોશન મેળવનાં અનુસંધાને ભવ્ય સન્માન સમારોહ યોજાયો.

કેશોદના ડી.વાય.એસ.પી. શ્રી બી.સી. ઠક્કરને એસ.પી. તરીકે પ્રમોશન મળતા, આજ રોજ લોહાણા સુંદરવાડી ખાતે કર્મશીલ ગ્રુપ, વ્યાપારી વિકાસ મહામંડળ અને શ્રી લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે તેમના સન્માનમાં ભવ્ય સમારોહ યોજાયો હતો.
ઠક્કર સાહેબે એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો બાદ પોલીસ વિભાગમાં અલગ-અલગ વિભાગોમાં યોગ્ય કામગીરી બજાવી હતી. તેમણે કસ્ટમ વિભાગ, રેલવે પોલીસ અને PGVCLમાં પણ પોતાની જવાબદારી નિભાવી હતી. તેઓને મળેલ રાષ્ટ્રપતિ શોર્ય ચક્ર અને પોલીસ એવોર્ડ તેમની પ્રતિભાનું પ્રતિબિંબ છે.
કેશોદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતી વખતે ઠક્કર સાહેબે સામાન્ય લોકો સાથે સ્નેહભાવ અને ગુનેગારો સામે કડક વલણ દાખવી ચાહના મેળવી હતી. વિવિધ સમાજ અને સંસ્થાઓ તરફથી તેમને સાલ, મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે એડવોકેટ ડી.ડી. દેવાણીએ જણાવ્યું કે, ઠક્કર સાહેબ માત્ર પોલીસ અધિકારી નહીં, પણ એક સેવાભાવી વ્યક્તિત્વ છે.
કાર્યક્રમનું સંચાલન પ્રો. ભુપેન્દ્ર જોશી અને હસુ લશ્કરીએ કર્યું હતું.

અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ