કેશોદમાં પુત્રની સ્કોલરશીપ માટે દાખલો મેળવવા જતાં મહિલાની લાજ લુંટાઈ.

કેશોદ

કેશોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાને પોતાના અભ્યાસ કરતાં પુત્રની સ્કોલરશીપ મેળવવા દાખલાની જરૂરિયાત હોય જરૂરી આધાર પુરાવાઓ સાથે માણેકવાડા ગ્રામ પંચાયત કચેરીએ જતાં હાજર વીસી વિક્રમભાઈ હમીરભાઈ વીરડા એ આધાર પુરાવાઓ લઈને બીજા દિવસે કેશોદ ખાતે તલાટી મંત્રી મળશે જેથી તાલુકા મથકે આવી દાખલો લઈ જવા જણાવ્યું હતું.

કેશોદ બસ સ્ટેન્ડ પર આવી મહિલાએ વીસી વિક્રમભાઈ હમીરભાઈ વીરડા ને ફોન કરતાં બસ સ્ટેન્ડ સામે ગલીમાં આવેલ ખુશ્બુ હોટલમાં રૂમ નંબર ૧૦૯ માં બોલાવેલ ત્યારે ભોગ બનનાર મહિલા પોતાની ચૌદ વર્ષની પુત્રીને લઈ હોટલના રૂમમાં પ્રવેશતાં દરવાજો બંધ કરી મહિલા ને છરી બતાવી ધાકધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ આચરતાં ત્રેત્રીસ વર્ષીય મહિલા એ કેશોદ પોલીસ સ્ટેશન પર પહોંચી કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ સમક્ષ હકીકત જણાવતાં ભોગ બનનાર મહિલા નું નિવેદન નોંધી માણેકવાડા ગ્રામ પંચાયત ના વીસી વિક્રમભાઈ હમીરભાઈ વીરડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૬૪(૨) (એમ) , ૩૫૧(૩) એટ્રોસીટી એકટ ૩(૧) (ડબલ્યુ) , ૩(૧) (આર) (એસ) , જીપીએ કલમ ૧૩૫ હેઠળ દુષ્કર્મ, એટ્રોસીટી્ ધાકધમકી સહિત નો ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર ના માર્ગદર્શન હેઠળ આરોપી વિક્રમભાઈ હમીરભાઈ વીરડા ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)