કેશોદ, 05 માર્ચ 2025
હિન્દૂ યુવા સંગઠન દ્વારા કેશોદ ખાતે વિદ્યાર્થીઓ માટે વિશેષ સેવા યજ્ઞ યોજાયો, જેમાં માત્ર ₹150 ના રાહત દરે 10 નોટબુકનો બંચ વિતરણ કરાયો. આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થી માટે એક બંચની વ્યવસ્થા કરવામાં આવી.
कार्यક્રમની શરૂઆત જય શ્રી રામ ના જયઘોષ અને દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી. આ પ્રસંગે કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, શહેર પ્રમુખ હિરેન ભોરણીયા, ડો. સ્નેહલ તન્ના, વિવેક કોટડીયા, મિતુલ ડાંગર, તેમજ હિન્દૂ યુવા સંગઠનના રજની બામરોલીયા, વિશાલ સોલંકી અને જયદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા.
વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં લોકોએ ઉલ્લાસભેર ભાગ લીધો. લાંબી કતારો છતાં શાંતિપૂર્ણ માહોલમાં વિતરણ સંપન્ન થયું. કેશોદ પોલીસ દ્વારા પણ કાર્યક્રમની વ્યવસ્થા માટે ખાસ સહયોગ આપવામાં આવ્યો, જેમાં TRB જવાનો વાહન વ્યવસ્થાને સંભાળતા ખડે પગે હાજર રહ્યા.
📍 લોકેશન: કેશોદ | અહેવાલ: રાવલિયા મધુ