કેશોદ ખાતે આજરોજ ચારચોક ખાતે તથાગત સેવા સમિતિ તેમજ સમાજ ના આગેવાનો તરફ થી ડો.ભીમ રાવ આંબેડકર ના સ્ટેચુ પર ફૂલ હાર કરી આજના દિવસે એટલે કે ડો.આંબેડકર ની 68 મી પુણ્ય તિથિ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યા માં લોકો એ ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન અર્પણ કરેલ હતા ભારત રત્ન અને બંધારણ ના ઘડવૈયા ડો .ભીમ રાવ આંબેડકર સાહેબ ના કાર્યો અને તેમના તરફ થી ચીંધવામાં આવેલા રાહ પર તમામ ચાલે તેવા પ્રયત્નો કરી અને આજના દિવસ ને યાદગાર બનાવવા પ્રયત્ન કરવા સૌ કોઈ કટિબદ્ધ છીએ તેવું જણાવાયું હતું અને આજના દિવસે ડો .ભીમરાવ આંબેડકર ની પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવેલ હતી .
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)