કેશોદ ખાતે પણ ચાવડા આહીર સમાજ ના નવ નિયુક્ત પ્રમુખ ની વરણી કરાઈ

શ્રી પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા આહિર સમાજ- કેશોદ મુકામે શ્રી દિનેશભાઈ ખટારીયા ના અધ્યક્ષ સ્થાને સમાજ ના ટ્રસ્ટીઓ,તથા શ્રેષ્ઠીશ્રીઓ ની બેઠક મળેલ જેમાં સમાજના પ્રમુખ શ્રી રાજાભાઈ મયાત્રા એ પોતાની નાદુરસ્ત તબિયત ના કારણે રાજીનામું આપેલ તથા ઉપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ખટારીયા તથા માનદ મંત્રી શ્રી પુનાભાઈ ડાંગર એ પણ એમની સાથે રાજીનામું આપતા ત્રણેય હોદેદારો ના માન, સન્માન,આદરભેર સર્વાનુમતે રાજીનામાં મંજૂર કરેલ ત્યાર બાદ સમાજ ના હિસાબો તથા સમાજ ની આગળની કાર્યવાહી માટે બેઠક આગળ વધતા ટ્રસ્ટીઓ ની અનુમતી થી અધ્યક્ષ દ્વારા પ્રમુખ, ઉપ પ્રમુખ તથા માનદ મંત્રી તરીકે સમાજની સેવાઓ કરવા માટે દાવેદારી કરવા રજુઆત કરેલ જેમાં પ્રમુખ તરીકે શ્રી છગનભાઇ મયાત્રા* *ઉપ પ્રમુખ તરીકે શ્રી અરજણભાઇ ડાંગર,* તથા *માનદ મંત્રી તરીકે શ્રી મેઘાભાઈ સિહાર* એમ ત્રણેય નામો સર્વાનુમતે આવતા તેઓને સર્વાનુમતે વરણી કરવામાં આવી.

જેને ઉપસ્થિત સમાજ ના સર્વ ટ્રસ્ટીઓ તથા શ્રેષ્ઠીશ્રીઓ એ સમાજ ઉચ્ચ સ્થાને પહોંચે તથા ત્રણેય આગેવાનો સફળતા પુર્વક સેવાઓ બજાવે તેવી શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.તેમજ આ સભા નું આયોજન અને વ્યવસ્થા શ્રી ક્રિષ્ના આહિર યુવક મંડળ ના સૌ મિત્રો એ જહેમત ઉઠાવી હતી તે બદલ સભા ના અધ્યક્ષ દ્વારા આભાર વ્યક્ત કરી મિટિંગ પુર્ણ જાહેર કરવામાં આવી હતી.ક્રિષ્ના આહિર યુવક મંડળ ના પ્રમુખ શ્રી મહેશભાઈ ડાંગર તથા શ્રી ગોવિંદભાઈ મયાત્રા તથા હરેશભાઈ ડાંગર ની યાદી જણાવાયુ હતું

અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)