કેશોદ ખાતે હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ કર્યું આહવાન.

કેશોદ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા સૌરાષ્ટ્રના પ્રવાસે હોય કેશોદ ખાતે પધારી રાત્રી રોકાણ કર્યું હતું અને માંગરોળ રોડ પર આવેલ શ્રી રણછોડજી મંદિર ખાતે સભાને સંબોધન કરી હતી.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા નું સ્વાગત સન્માન પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ કર્યું હતું. કેશોદ તાલુકા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે આહીર યુવાન કિશનભાઈ ડાંગરને જવાબદારી સોંપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે બહુમતિ ધરાવતા હિન્દુઓના તહેવારમાં પથ્થરમારો શા માટે થાય? તેમણે કેશોદ શહેરમાં શેરીએ શેરીએ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગામડે ગામડે હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાની ઘોષણા કરી હતી. કેફી દ્રવ્ય વિશે બોલતાં ડો. તોગડિયાએ કહ્યું હતું કે, ઊડતા પંજાબની જેમ હવે ઊડતા ગુજરાત બની રહ્યું છે, જેનું પ્રવેશદ્વાર કચ્છ બની રહ્યું છે. યુવાનો અજાણતા નશામાં બરબાદ થઈ રહ્યા છે. હાલમાં ઓરિસ્સાથી એક હજાર કિ.ગ્રા. ગાંજો અમદાવાદમાં પકડાયો, રાજ્યની પોલીસ કામ કરી રહી છે, પણ જનતાને જાગૃત થઈ આવા કૃત્યોની જાણ થાય તો પોલીસને માહિતી આપવી જોઈએ. જેહાદીઓમાં હિંમત અને ઉગ્રતાની માનસિકતા વધી છે. સુરત, કોટડા જેવા સ્થળો પર ગણપતિ મહોત્સવમાં પથ્થરમારો થાય છે તેવા વેધક સવાલો કર્યા હતા. શિક્ષણ વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે આજે કાર્યકરોને આ બાબતે તાલીમ આપી છે. ગામેગામ હનુમાન ચાલીસા કેન્દ્ર બનાવી શનિ-મંગળવારે પાઠ કરી સાથે આરોગ્ય અંગે તાલીમ પણ અપાશે.

ધાર્મિક તાલીમ પણ અપાશે. હૃદયરોગ, કેન્સરની સારવાર અર્થે કેન્દ્રો દ્વારા મદદ કરાશે. રામમંદિર આંદોલનમાં પણ હનુમાનજીના આશીર્વાદ મળ્યા છે અને સૌરાષ્ટ્રમાં પણ હનુમાનજીની ચાલીસા સાથે કેન્દ્ર શરૂ થશે. ખેડૂતોને અતિવૃષ્ટિમાં નુકસાન થયું છે તેનું વળતર મળવું જોઈએ એક જ દેશમાં બે કાનૂન ન હોવા જોઈએ. રામમંદિર અને 370ની કલમ બાબતે પોતાને સંતોષ છે તેવું જણાવ્યું હતું. નવરાત્રી મહોત્સવમાં જે દેવી દેવતાઓમાં શ્રધ્ધા કે આસ્થા ધરાવતાં ન હોય એવાં લોકોએ જોડાવું ન જોઈએ એવું સ્પષ્ટ કહ્યું હતું. કાર્યક્રમ માં કેશોદ શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો યુવાનો જોડાયાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર ભુપેન્દ્રભાઈ જોષીએ કર્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેશોદ ખાતે રાત્રી રોકાણ કરી સવારે માંગરોળ જવા રવાના થયા હતાં.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)