કેશોદ
કેશોદ ગોપી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા પચ્ચીસ વર્ષથી નિરંતર અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને માનવ સેવા અને ગૌ સેવાને માટે કામ કરે છે. ગાયોને દર શનિવારે લાડુ, ઝૂંપડ પટી માં ભોજન, બાળકો માટે ચોપડા તહેવારોમાં શોભાયાત્રા સમયે શરબત પાણી ની વ્યવસ્થા તેમજ આ સંસ્થા દ્વારા હાલમાં મુક્તિ રથ અને સ્થાનિક ઇકો એમ્બ્યુલન્સ ની સેવાઓ ઉપલબ્ધ છે ત્યારે સેવામાં વધુ એક ઓક્સિજનની ઉપલપદ્ધી, મલ્ટીપેરા મોનીટર,ઇનફ્યુઝન પમ્પ સાથે અર્ટીગા એમ્બ્યુલન્સ કારનો ઉમેરો કરવામાં આવ્યો છે જેથી બહાર ગામ દર્દીને લઈ જવા માટે સરળ રહે.
આજરોજ કેશોદ નિલકંઠ મહાદેવ પાસે આવેલ ચોકમાં કેશોદનાં ડી વાય એસ પી ઠક્કર સાહેબ નાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં કેશોદ નગર પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા,મુખ્ય દાતા સ્વ જીવીબેન જીવાભાઈ તથા સ્વ જીવભાઈ ટીડાભાઈ ઓડેદરાનાં પુત્ર વિરમભાઈ ઓડેદરા , ડો સ્નેહલ તન્ના, રાજુભાઈ રાયજાદા , યુગ હેન્ડલૂમ વાળા દિલીપભાઈ ધનેશા, બાલવી ડેરી વાળા જીજ્ઞેશ તન્ના ચિરાગ સુત્રેજા તેમજ અન્ય દાતાઓનાં સહયોગથી મળેલ એમ્બ્યુલન્સ કાર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ દાતાઓનો અભિવાદન સમારોહ પણ રાખવામા આવેલ હતો દાતાઓનું સન્માન પુષ્પુચ્છથી ગોપી ગૌસેવા નાં દામભાઈ સેજપાલ અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને શ્રેષ્ઠ ઉદઘોષક ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું
અહેવાલ -જગદીશ યાદવ (જૂનાગઢ)