કેશોદ તાલુકાના કાલવાણી ગામ ના રહીશ દિલીપ દયાતર નું અમદાવાદ 108 ઓફિસ ખાતે સન્માન કરાયું..

કેશોદ

કેશોદ તાલુકા ના નાના એવા ગામ માં રહેતા અને કેશોદ ની ફળદુ હોસ્પિટલ માં ઘણાજ વર્ષોથી કામગીરી કરતા દિલીપ કુમાર નાનું ભાઈ દયાતર પોતાની નોકરી ના સમય માં પણ સેવા બાબત ના ફોન ને ક્યારે પણ ઠોકરાવ્યો નહિ હોય અને કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર માં બીમારી સબબ જવાનું થાય તો પણ ત્યાં જઈ દર્દી ની સારવાર કરી જ્યાં સુધી કમપલીટ ન થાય ત્યાં સુધી ની કામગીરી માં કેશોદ ખાતે અવવલ નમ્બર સાથે પોતાની કામગીરી કરવી અને એમાં પણ દેશ ની સેવા કરનાર આર્મી ના જવાનો ક્યાંય પણ જોવા મળે તો તેમને કોઈજ ઓળખાણ હોય કે ના હોય તેમને ચાપાણી નાસ્તો કરાવવા અને કોઈ પણ કામ હોય એ સમયે બધુજ કામ છોડી તેમની કામગીરી કર્યા બાદજ છુટકારો મેળવે એવા કેશોદ તાલુકામાં કોઈ પણ સમયે તોફાન હોય કે વાવાઝોડા ના સમય માં 108 ની સાથે પોતે પણ કામે લાગી અને એમના કામ માપન મદદ રૂપ થવાના ધ્યેય સાથેની કામગીરી અને ખુબજ સરળ સ્વભાવ ધરાવતા દિલીપ કુમાર દયાતર નું અમદાવાદ 108 હેડ ડિવિઝન ઓફિસ ખાતે તેમની કામગીરી ને જોઈ સન્માનિત કરવામાં આવ્યા હતા આ બાબતે કેશોદ તાલુકા અને તેમના મિત્ર વર્તુળ માં ખુશી ની પળ ને સૌ કોઈ એ વધાવી વડીલો દ્વારા આશીર્વાદ અને મિત્ર મંડળ દ્વારા અભિનંદન સાથે ઢગલા બંધ શુભ કામનાઓ અપાઈ હતી…

અહેવાલ : -રાવલિયા મધુ (કેશોદ)