કેશોદ નવદુર્ગા ગરબી મંડળ નારાયણનગર માં છેલ્લા દસ વર્ષ થી પ્રાચીન નવરાત્રી ની ઉજવણી કરવા માં આવે છે.

કેશોદ

નવરાત્રી ના આ પાવન દિવસો માં કેશોદ નારાયનનગર પર સ્થાનિક રહેવાસીઓ દવારા નવરાત્રિ ની નવ દિવસ ભવ્ય ઉજવણી કરવા માં આવે છે.જેમાં આપણી ભાતીગળ સંસ્કૃતિ ના જુદા જુદા માતાજી ગરબા લેવા માં આવે છે.દરરોજ મતાજી ની આરતી તથા સ્તુતિ કરી અને ગરબી ચાલુ કરવા આવે છે. માતાજી ના અલગ અલગ સ્વરૂપ દર્શાવતા ગરબા જેવા કે માંડવી રાસ જેમાં નાની બાળા ઓ માથા પર માતાજી ની શણગારેલી માંડવી લઈ રાસ રમે છે તથા ભુવા રાસ લે છે.જે આ ગરબી નો મહત્વનો રાસ છે.મોટી સંખ્યા માં મોડે સુધી લોકો હાજરી આપી માતાજી ની આરાધના કરે છે.આ પ્રાચીન ગરબી ના સંચાલકો દ્વ્રારા જણાવા માં આવે છે.કે આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે અને અત્યાર ની નવી પેઢી ને ખ્યાલ આવે.તે માટે આ આયોજન કરવા માં આવે.આ ગરબી માં દરરોજ નાની બાળો ને જુદા જુદા દાતા ઓ ધ્વારા પૌષ્ટિક નાસ્તો આપવા આવે.તથા છેલ્લે દિવસે બાળો ઓ ને ઉપયોગી વસ્તુ લહાણી સ્વરૂપે આપવા માં આવે છે.અને નવ દિવસ માં નવદુર્ગા ના નવલા નોરતા ની ઉજવણી કરવા આવે છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)