કેશોદ ના ચાર વિધાર્થીઓ અલગ અલગ સ્પર્ધા માં ફસ્ટ આવી કેશોદ તેમજ સ્કૂલ પરિવાર નું નામ રોશન કર્યું.

         જૂનાગઢ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ આલ્ફા સંકુલ ખાતે જિલ્લા તરણ સ્પર્ધા માં  કેશોદ ના પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત  pvm ઇન્ટરનેશનલ સ્કૂલ ના  સ્વિમિંગ પુલ માં પ્રેક્ટિસ કરતા  પાઘડર નમ્ર કુમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા,અને ડો.વિનાયક ભાણવડીયા આ ત્રણેય  ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં  100 મીટર. 200 મીટર .અને 400 મીટર માં પ્રથમ ક્રમે આવી કેશોદ પટેલ વિદ્યાર્થી  આશ્રમ તેમજ કેશોદ તાલુકાનું ગૌરવ વધારેલ છે અને રાજ્ય કક્ષા એ ખેલ મહાકુંભ માં તરણ સ્પર્ધા માં ભાગ લેવા માટે ની તૈયારી પણ કરવામાં આવી રહેલ છે,

    તેમજ ઇકો કલબ દ્વારા આયોજિત વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા કેશોદ ના પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત  ડી.ડી.લાડાણી  વિદ્યાલય ના એક વિદ્યાર્થી  યશ કિરીટભાઈ  બળોદરિયા એ  ભાગ લીધેલ અને તેઓ દ્વારા પણ શ્રીફળ ના વેસ્ટ માંથી અલગ અલગ વસ્તુઓ જેવીકે ,ચાર કોલ્સ મેડલ્સ  ઘણા પ્રકાર ના કિચન, સ્પૂન, કપ, વાસણ સાફ કરવાના રૂછા, જેવી ઘણીજ વસ્તુઓ બનાવેલ છે જેને  હાલ વન અને પર્યાવરણ મંત્રી મુળુ ભાઈ બેરા ના વરદ હસ્તે તેમનું સન્માન કરવામાં આવેલ અને ગુજરાત રાજ્ય ની સર્વ શ્રેષ્ઠ કૃતિ તરીકે ઘોષિત કરવામાં આવી અને વિદ્યાર્થી નું પણ સન્માન કરવામાં આવ્યું સાથે સ્કૂલ નું પણ સન્માન  કરવામાં આવેલ હતું ,

  મીડિયા દ્વારા પૂછતાં તેઓએ એવું જણાવેલ કે આગામી સમય માં ગુજરાત સરકાર ની સ્કીમ દ્વારા મારી કામગીરી ને બહાર લાવવાનો સંપૂર્ણ પ્રયાસ રહેશે ત્યારે સમગ્ર પટેલ વિદ્યાર્થી આશ્રમ ના ટ્રસ્ટીઓ તેમજ સ્કૂલ ટીચરો દ્વારા આજરોજ આ વિદ્યાર્થીઓ  પ્રથમ ક્રમે આવેલા તમામ નું સન્માન સાથે અભિનંદન પાઠવ્યા હતા, તેમજ તરણ સ્પર્ધા માં પ્રથમ આવનાર સૌ વિદ્યાર્થીઓ ને  શાળા ના ટીચર દિનેશ મોરી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું અને  વેસ્ટ માં થી બેસ્ટ ના પ્રથમ વિજેતા ને રાજેશ કરડાણી સાહેબ દ્વારા સમગ્ર માર્ગ દર્શન પૂરું પાડવામાં આવેલ હતું.

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)