કેશોદ ખાતે રાજુ ભાઈ કરશન ભાઈ ડાભી ના દીકરાના લગ્ન પ્રસંગ મા આવેલા લોકો માં
-1. વિજય અમુભાઈ સોલંકી કેવદ્રા. તા. કેશોદ,
-2. સંજયભાઈ જેરામભાઈ ડાભી ખરેડા ફાટક તા. માંગરોળ,
-3. વિશાલ અશોક ભાઈ સોલંકી જૂનાગઢ,
-4. મયુર સુભાષ ભાઈ સોલંકી જૂનાગઢ,
ચારેય લોકો જૂનાગઢ બાયપાસ ચોકડી હરિકૃપાં હોટેલ તરફ ચા નાસ્તો કરવા જતા સમયે ફોરવીલ સ્વીફ્ટ કાર નંબર GJ. 02.R. 9298 ધડાકા ભેર ઝાડ સાથે ટકરાતા 1-2 ના સ્થળ પરજ મોત ને ભેટ્યા હતા અને 3 અને 4 ને જૂનાગઢ ખાતે વધુ સરવાર અર્થે રીફર કરવામાં આવેલ છે,
તમામ લોકો દેવીપૂજક સમાજ ના હતાં અને વહેલી સવારે જાન જવાની હોય તેવા સમયે લગ્ન ગીત ની જગ્યા એ પ્રસંગ માતમ માં ફેરવાયો હતો ઘટના સ્થળે 108.તેમજ કેશોદ ફાયર રેસ્ક્યુ ટિમ તેમજ કેશોદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે પહોંચી કાર્યવાહી હાથ ઘરેલ હતી .
અહેવાલ : રાવલિયા મધુ (જૂનાગઢ)