કેશોદ માં અંદાજીત દોઢ થી બે મહિના પહેલા જ બનેલ નવા શૌચાલયો માં તાલુકા પંચાયત વિરોધ પક્ષ ના નેતા ના પ્રતિનિન્ધી દ્વારા તપાસ કરતા સત્ય બહાર આવ્યું પણ કેવું જોઈ ને બધાજ ચોકી જાય….?
આ મુદ્દે વધુ માં જણાવીએ તો કેશોદ ખાતે મનીષ ચુડાસમા દ્વારા કેશોદ આંબાવાડી સામે માંગરોળ રોડ પર બનેલ નવા શૌચાલય ને જોઈ ત્યાંની હકીકત જાણતા લેડીઝ વિભાગ માં અંદર કોઈ પણ સુવિધા ઓ જોવા મળતી નથી અને એવીજ રિતના કેશોદ માંગરોળ રોડ ના તકિયા પાસે ના સૌચાલી ને પણ તપાસ કરતા ત્યાં તો દારૂડિયાઓ ની મહેફિલ કરવા માટેનું સ્થળ નગર પાલિકા એ ફાળવ્યું હોય તેવું જોવા મળ્યું હતું અંદ એન્ટ્રી કર્તાજ તમામ કંપનીઓ ની બોટલો ની લાઇન જોવા મળી હતી અને ફક્ત શૌચ ક્રિયા માટેની કોઈ પણ વ્યવસ્થા ને અલીગઢના તાળાં લગાવેલ જોવા મળેલ હતા. સમગ્ર ગુજરાત માઁ દારૂ બંધી હોય તો આ દારૂની બોટલો ક્યાંથી આવી એ પણ મોટો સવાલ છે….?
ખાસ તો આ મુદ્દે કેશોદ નગર પાલિકા ના શહેરી વિસ્તાર ને સ્વચ્છ તા મિશન ની વાતો ના બણગાં ફૂંકતા નગર પાલિકા ને સણસણતો સવાલ કરવામાં આવી રહ્યો છે અને આવનારા સમય માં જો યોગ્ય ફેરફારો નહીં થાય તો વિરોધ પક્ષ આંદોલન ના માર્ગે જવા મજબુર બનશે .
અહેવાલ : રાવલીયા મધુ (કેશોદ)